Uttarajjhayana 972
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 972
- Language
- Gujarati
972
વિવેચન–૪૯૭
આક્રોશ કરવો તે આક્રોશ, અસભ્ય આલાપ. વધ - ઘાત કે તાડન, આક્રોશ વધને જાણીને, આ સ્વકૃત કર્મનું ફળ છે, એમ માનીને ધીર પુરુષ સમ્યક્તયા સહન કરે, મુનિ અનિયત વિહારપણાથી ચરે. આના વડે આક્રોશ, વધ, ચર્યા પરીષહ સહન કરવાનું કહ્યું. નિત્ય - સદા, આત્મા - શરીર, તેના વડે ગુપ્ત તે આત્મગુપ્ત. અથવા ગુપ્ત - અસંયમ સ્થાનોથી રક્ષિત કરેલો છે આત્મા જેણે તે. અવ્યગ્ર - અનાકુલ. અસમંજસ, ચિંતાથી ઉપરમ, તેથી મનઃ - ચિત્ત જેનું છે તે, વ્યગ્ર મનવાળા. અસંપ્રહૃષ્ટ - આક્રોશાદિમાં હર્ષવાન્ ન બને. હવે આનો ઉપસંહાર કહે છે – ઉત્કૃષ્ટાદિ ભેદથી સમસ્ત આક્રોશ અને વધને સમભાવે સહન કરે છે, તે ભિક્ષુ છે.
Linked texts (2)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Uttarajjhayaṇa: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati