Pramāṇa · Search · About · API

Uttarajjhayana 976

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 976

Language
Gujarati

976

વિવેચન–૪૯૯
સત્કાર - અભ્યુત્થાન, અનુગમનાદિ રૂપને ઈચ્છતો નથી. વસ્ત્ર, પાત્રાદિ વડે પૂજાને ઈચ્છતો નથી. દ્વાદશવર્ત્ત આદિ વંદનને ઈચ્છતો નથી. તે પોતાના ગુણોત્કીર્તન રૂપ પ્રશંસા કેમ ઈચ્છે? ન જ ઈચ્છે. એવો તે સદનુષ્ઠાન પ્રતિ સમ્યક્‌ યત્ન કરે તે સંયત. તેથી જ સુવ્રત. સુવ્રત-પણાથી જ પ્રશસ્ય તપસ્વી, સમ્યગ્‌ જ્ઞાન - ક્રિયા વડે સહિત. અથવા હિત સહિત અર્થના અનુષ્ઠાનથી વર્તે છે, તે સહિત. તેથી જ કર્મ રહિત શુદ્ધ સ્વરૂપને ગવેષે છે, તેને આત્મ ગવેષક કહે છે. અથવા આય - સમ્યગ્‌ દર્શનાદિ લાભ, સૂત્રપણાથી આયત - મોક્ષ, તેની ગવેષણા કરે તે આયગ-વેષક છે. જે, તેને ભિક્ષુ કહે છે. આના વડે સત્કાર પુરસ્કાર પરીષહ સહેવાનું કહ્યું.
હવે સ્ત્રી પરીષહને સહેવાનું કહે છે –

Linked texts (2)