Pramāṇa · Search · About · API

Uttarajjhayana 982

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 982

Language
Gujarati

982

વિવેચન–૫૦૨
મંત્ર - ૐ કાર આદિથી સ્વાહા પર્યન્ત, હ્રીંકારાદિ વર્ણવિન્યાસ - રૂપ, મૂલ - સહદેવી મૂલિકા રૂપ અથવા તે-તે શાસ્ત્ર વિહિત મૂળ કર્મ, વિવિધ પ્રકારે વૈદ્ય સંબંધી ચિંતા - વિવિધ ઔષધ, પથ્યાદિ વ્યાપાર રૂપ, વમન - ઉલટી, વિરેચન - કોઠાની શુદ્ધિ રૂપ, ધૂમ - મનઃ શિલાદિ સંબંધી, નેત્ર શબ્દથી નેત્ર સંસ્કારક અહીં સમીરાંજન આદિ લેવાય છે. સ્નાન - સંતાનાર્થે મંત્ર ઔષધિ યુક્ત જળ વડે અભિષેક કરવો. રોગાદિ પીડિતને સ્મરણ કરાવવું, ઈત્યાદિ રૂપ ચિકિત્સા - રોગ પ્રતિકાર રૂપ.
આ બધાંને જ્ઞ પરિજ્ઞાથી જાણીને, પ્રત્યાખ્યાન પરિજ્ઞા વડે પ્રત્યાખ્યાન કરી, સર્વ પ્રકારે સંયમ માર્ગમાં ચાલે, તે ભિક્ષુ છે. - બીજું -

Linked texts (2)