Pramāṇa · Search · About · API

Uttarajjhayana 984

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 984

Language
Gujarati

984

વિવેચન–૫૦૩
ક્ષત્રિય - હૈહેય આદિ અન્વય જનિત, ગણ - મલ્લ આદિનો સમૂહ. ઉગ્ર - આરક્ષકાદિ, રાજપુત્રો, માહન - બ્રાહ્મણ, ભોગ - વિશિષ્ટ વસ્ત્રાદિથી ચરે છે, ભોગિક - રાજાના માન્ય પ્રધાન પુરુષો, વિવિધ પ્રકારના સ્થપતિ આદિ શિલ્પો. આ ક્ષત્રિયાદિને જે પ્રતિપાદિત કરતાં નથી, કેવી રીતે? જેમકે શ્લાઘા - આ શોભન છે વગેરે. પૂજા - આ પૂજવા યોગ્ય છે આદિ, કેમકે બંનેમાં પાપની અનુમતિ આદિ મહાદોષનો સંભવ છે. તેને બંને પરિજ્ઞાથી જાણે અને છોડે તે ભિક્ષુ છે.
આના વડે વનીપકત્વનો પરિહાર કહ્યો.
હવે સંસ્તવ પરિહાર –

Linked texts (2)