Pramāṇa · Search · About · API

Devimdatthaa 55

Deviṃdatthaa: ṭīkānusārī vivecana 55

Language
Gujarati

55

‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૨૧ થી ૨૨૪ :– [–/૨૨૧ થી ૨૨૪]
– પાંચ પ્રકારના અનુત્તર દેવો ગતિ, જાતિ અને દૃષ્ટિ અપેક્ષા થકી શ્રેષ્ઠ છે, અનુપમ વિષય સુખવાળા છે.
– જે રીતે સર્વ શ્રેષ્ઠ ગંધ, રૂપ અને શબ્દ હોય છે, તે રીતે સચિત્ત પુદ્ગલોના પણ સર્વશ્રેષ્ઠ રસ, સ્પર્શ અને ગંધ આ દેવોને હોય છે. [તેમ તું જાણ.]
જેમ ભ્રમર વિકસીત કળા, વિકસીત કમલ રજ અને શ્રેષ્ઠ કુસુમની મકરંદનું સુખપૂર્વક પાલન કરે છે. [તે રીતે આ દેવો પૌદ્‌ગલિક વિષયોને સેવે છે.]
હે સુંદરી! આ દેવો શ્રેષ્ઠ કમળ જેવા શ્વેતવર્ણવાળા, એક જ ઉત્પત્તિ સ્થાનમાં નિવાસ કરનારા અને તે ઉત્પત્તિ સ્થાનથી વિમુક્ત થઈને સુખનો અનુભવ કરે છે–

Linked texts (2)