Pramāṇa · Search · About · API

Devimdatthaa 56

Deviṃdatthaa: ṭīkānusārī vivecana 56

Language
Gujarati

56

‘દેવેન્દ્રસ્તવ’ ગાથા-૨૨૫ થી ૨૩૨ :– [–/૨૨૫ થી ૨૩૨]
હે સુંદરી! અનુત્તર વિમાનવાસી દેવોને ૩૩,૦૦૦ વર્ષ પૂરા થાય ત્યારે આહારની ઈચ્છા થાય છે.
મધ્યવર્તી આયુ ધારણ કરનારા દેવને ૧૬,૫૦૦ વર્ષ પૂરા થાય ત્યારે આહાર ગ્રહણેચ્છા થાય છે.
જે દેવ ૧૦ હજાર વર્ષના આયુને ધારણ કરે છે, તેનો આહાર એક એક દિવસના અંતરે હોય છે.
હે સુંદરી! ૧ વર્ષ અને સાડાચાર મહિને અનુત્તરવાસી દેવોને શ્વાસોચ્છ્‌વાસ હોય છે.
હે સુતનુ! મધ્યમ આયુ ધારણ કરવાવાળા દેવોને આઠ માસ અને સાડા સાત દિવસે શ્વાસોચ્છ્‌વાસ હોય
જઘન્ય આયુ ધારણ કરવાવાળા દેવતાને શ્વાસોચ્છ્‌વાસ સાત સ્તોક પૂર્ણ થતાં હોય છે.
દેવોને જેટલાં સાગરોપમની જેની સ્થિતિ, તેટલાં પખવાડીયે તેમને શ્વાસોચ્છ્‌વાસ હોય છે અને એટલાં જ હજાર વર્ષે તે દેવોને આહારની ઈચ્છા થાય છે. આ રીતે આહાર અને શ્વાસોચ્છ્‌વાસ મેં વર્ણવ્યો.
હે સુંદરી! હવે જલ્દી તેના સૂક્ષ્મ અંતરને હું ક્રમશઃ કહીશ.

Linked texts (2)