Viyahapannatti 100
Viyāhapannatti: ṭīkānusārī vivecana 100
- Language
- Gujarati
100
‘ભગવતી’ સૂત્ર-૬૭ :– [૧/૫/૬૭]
ભગવન્! પૃથ્વીકાયિકોના અસંખ્ય લાખ આવાસોમાં એક એક આવાસમાં પૃથ્વીકાયિકોના સ્થિતિ સ્થાનો કેટલાં છે? હે ગૌતમ! અસંખ્ય. તે આ રીતે - જઘન્યા સ્થિતિ યાવત્ તત્પ્રાયોગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિ...
ભગવન્! પૃથ્વીકાયિકોના અસંખ્ય લાખ આવાસોમાં એક એક આવાસમાં વર્તતા પૃથ્વીકાયિકો શું ક્રોધોપયુક્ત યાવત્ લોભોપયુક્ત છે? ગૌતમ! તેઓ ક્રોધાદિ ચારેથી યુક્ત છે.
આ પ્રમાણે પૃથ્વીકાયિકોના બધાં સ્થાનો અભંગક છે. વિશેષ આ – તેજોલેશ્યામાં ૮૦ ભંગ છે. આ પ્રમાણે અપ્-તેઉ-વાયુ કાયના સર્વસ્થાનો પણ અભંગક છે. વનસ્પતિકાય પૃથ્વીકાયવત્ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit