Viyahapannatti 99
Viyāhapannatti: ṭīkānusārī vivecana 99
- Language
- Gujarati
99
વિવેચન :–૬૬
નારક પ્રકરણમાં ક્રોધ, માનાદિ ક્રમે ભંગ કહ્યો, અસુરકુમાર પ્રકરણમાં લોભ, માયાદિ ક્રમ લેવો. તેથી - X - બધાં અસુરકુમારો લોભી જાણવા. દ્વિકસંયોગમાં લોભમાં બહુવચન, માયામાં એકત્વ, બહુત્વ લેવું એ રીતે ૨૭ ભંગ કરવા. વિશેષ એ કે પ્રશ્ન-ઉત્તર સૂત્રો નારક અને અસુરકુમારાદિના ભેદ જાણીને કહેવા. જેમકે સંહનન, સંસ્થાન લેશ્યા.
ભગવન્! ૬૪ લાખ અસુરકુમારાવાસમાં પ્રત્યેકમાં વર્તતા અસુરકુમારોના શરીર કયા સંઘયણવાળા છે? ગૌતમ! તે અસંઘયણી છે. તેમના શરીર સંઘાતરૂપે ઈષ્ટ અને કાંત પુદ્ગલો પરિણમે છે. આ પ્રમાણે સંસ્થાન વિશે પણ જાણવું. વિશેષ આ - ભવધારણીય શરીર સમચતુરસ્ર સંસ્થિત છે, ઉત્તર વૈક્રિય શરીર અનેકરૂપે છે. એ પ્રમાણે લેશ્યામાં પણ જાણવું. તેઓને ચાર લેશ્યાઓ કહી છે – કૃષ્ણ, નીલ, કાપોત, તેજો...
૬૪ લાખ અસુરકુમારાવાસમાં યાવત્ કૃષ્ણલેશ્યામાં વર્તતા અસુરકુમાર શું ક્રોધોપયુક્ત છે? ગૌતમ! બધાં લોભોપયુક્ત હોય છે, ઈત્યાદિ. એ રીતે નીલાદિ લેશ્યામાં જાણવું.
નાગકુમારાદિના આવાસ-ભવનની ભેદ સંખ્યા જાણીને સૂત્રનો અભિલાપ કરવો. જેમકે નાગકુમારોના ૮૪ લાખ ભવનો છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit