Viyahapannatti 101
Viyāhapannatti: ṭīkānusārī vivecana 101
- Language
- Gujarati
101
વિવેચન :–૬૭
એકૈક કષાયમાં ઉપયુક્ત પૃથ્વીકાયિકો ઘણાં છે, માટે દશ સ્થાનમાં અભંગક છે. વિશેષ આ – પૃથ્વીકાયમાં લેશ્યાદ્વારે તેજોલેશ્યા કહેવી. જ્યારે કોઈ દેવ દેવલોકથી ચ્યવી પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય ત્યારે પૃથ્વીકાયિકમાં તેજોલેશ્યા હોય. તેથી ત્યાં ૮૦ ભંગ થાય.
અહીં પૃથ્વીકાયમાં સ્થિતિસ્થાનદ્વાર સાક્ષાત્ લખ્યું છે. બાકીના નારકવત્ કહેવા. વિવિધતા પ્રશ્ન અને ઉત્તર સૂત્રથી જાણવી. તે ભેદ શરીરાદિ સાતે દ્વારોમાં આ રીતે છે – ભગવન્! અસંખ્યેય લાખ પૃથ્વીકાયિકોમાં વસતા યાવત્ પૃથ્વીકાયિકોના કેટલા શરીર છે? ગૌતમ! ત્રણ શરીર-ઔદારિક, તૈજસ, કાર્મણ. - X - X -
અસંખ્ય લાખ પૃથ્વીકાયિકોમાં યાવત્ શરીરોનું સંઘયણ કયું છે? પૂર્વવત્. વિશેષ આ – મનોજ્ઞ અમનોજ્ઞ પુદ્ગલો શરીર સંઘાતરૂપે પરિણમે છે. - - સંસ્થાનદ્વારમાં પણ એમ જ કહેવું. પણ ઉત્તરસૂત્રમાં ‘હુંડ સંસ્થાન સંસ્થિત’ એમ કહેવું. પણ બે ભેદે શરીર છે એમ ન કહેવું, કેમ કે પૃથ્વીકાયિકમાં તેનો અભાવ હોય છે.
લેશ્યાદ્વાર - ભગવન્! પૃથ્વીકાયિકોને કેટલી લેશ્યા કહી છે? ગૌતમ! ચાર. કૃષ્ણ થી તેજો. તેમાં ત્રણ લેશ્યા અભંગક સમજવી. તેજોલેશ્યામાં ૮૦ ભંગો જાણવા. જે પૂર્વે કહેલ છે.
દૃષ્ટિદ્વાર - અસંખ્યાત યાવત્ પૃથ્વીકાયિક શું સમ્યગ્દૃષ્ટિ છે? મિથ્યાદૃષ્ટિ છે?, મિશ્રદૃષ્ટિ છે? ગૌતમ! મિથ્યાદૃષ્ટિ છે.
જ્ઞાનદ્વારમાં તેમજ જાણવું. વિશેષ આ - ભગવન્! પૃથ્વીકાયિકો મનોયોગી, વચનયોગી કે કાયયોગી છે? ગૌતમ! મન કે વચનયોગી નથી પણ કાયયોગી છે. એ રીતે અપ્કાયિક પણ જાણવા. તેઓ દશ સ્થાને અભંગક છે, તેજોલેશ્યામાં ૮૦ ભંગ કેમ કે દેવો ઉપજે છે.
તેઉકાય સ્થિતિસ્થાનાદિ દશે સ્થાનમાં અભંગક છે, કેમ કે તેમાં ક્રોધાદિમાં ઉપયુક્ત જીવો એક જ કાળે ઘણાં હોય. અહીં દેવો ન ઉપજે માટે તેને તેજોલેશ્યા નથી. માટે બધાં સ્થાનને અભંગક કહ્યા. આ સૂત્રો પૃથ્વીકાયિક સમાન કહેવા. કેવળ વાયુકાય સૂત્રોમાં શરીરદ્વારમાં આ પ્રમાણે જાણવું - ભગવન્! અસંખ્યેય લાખ વાયુકાયને કેટલાં શરીર કહ્યા? ગૌતમ! ચાર – ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણ.
વનસ્પતિકાયિકો પૃથ્વીકાયવત્ જાણવા. દશે સ્થાનોમાં અભંગક છે. તેજોલેશ્યામાં તે જ રીતે ૮૦ ભંગ થાય છે. [શંકા] દૃષ્ટિદ્વારે પૃથ્વી-અપ્-વનસ્પતિમાં સાસ્વાદન સમ્યક્ત્વ કર્મગ્રંથોમાં સ્વીકારેલ છે, તેથી જ્ઞાનદ્વારે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન કહેવા જોઈએ આદિ, કેમ નથી કહ્યું? [સમાધાન] એમ નથી. પૃથ્વી આદિમાં સાસ્વાદનભાવ ઘણો થોડો છે, માટે અહીં ગણેલ નથી. માટે કહ્યું છે – પૃથ્વી આદિમાં ઉભયનો અભાવ છે અને વિકલેન્દ્રિયમાં પૂર્વોપપન્નક હોય છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit