Pramāṇa · Search · About · API

Viyahapannatti 1019

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1019

Language
Gujarati

1019

‘ભગવતી’ સૂત્ર-૬૮૦ :– [૧૬/૬/૬૮૦]
કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટી અશ્વપંક્તિ, ગજપંક્તિ યાવત્‌ વૃષભપંક્તિને અવલોકતો જુએ. તેને આરોહતો આરોહે અને પોતાને આરૂઢ થયેલો માને, એવું સ્વપ્ન જોઈને તત્ક્ષણ જાગે તો તે જ ભવમાં સિદ્ધ થાય છે, યાવત્‌ દુઃખનો અંત કરે છે.
કોઈ સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટી દોરડી, પૂર્વથી પશ્ચિમ લાંબી, સમુદ્રને બંને કિનારે સ્પર્શતી અવલોકતો જુએ, પોતાના બંને હાથે તેને સમેટતો સમેટે, પોતે સમેટી તેમ માને, તુરંત તે જાગે તો તે જ ભવગ્રહણથી યાવત્‌ દુઃખનો અંત કરે.
સ્ત્રી કે પુરુષ એક મોટી દોરડી, પૂર્વ-પશ્ચિમ લાંબી, લોકના બંને છેડાને અવલોકતો જુએ, તેને છેદન કરતો છેદે, પોતે છેદી તેમ માને, તુરંત જાગે તો યાવત્‌ દુઃખનો અંત કરે છે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા કાળા દોરા યાવત્‌ સફેદ દોરાને અવલોકતો જુએ. તેની ગુંચને ઉકેલતો ઉકેલે, પોતે ઉકેલી તેમ માને તો તત્ક્ષણ જ યાવત્‌ દુઃખનો અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા લોઢા-તાંબુ-ત્રપુષ્‌-સીસાના ઢગલાને અવલોકતો જુએ, તેના પર ચડતો એવો ચડે, પોતે ચડ્યો તેમ માને, તત્ક્ષણ જ જાગી જાય તો બે ભવગ્રહણથી સિદ્ધ થાય યાવત્‌ અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા હિરણ્ય-સુવર્ણ-રત્ન-વજ્રના ઢગલાંને જુએ. આરોહતો આરોહે, પોતાને આરૂઢ થયો માને. પછી તુરંત જાગી જાય તો તે જ ભવે સિદ્ધ થાય યાવત્‌ દુઃખનો અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા તૃણરાશી, ‘તેજોનિસર્ગ’ (શતક) મુજબ યાવત્‌ કચરાના ઢગલાંને જુએ. તેને વિખેરે, પોતે તેને વિખેર્યો તેમ માને, તત્ક્ષણ જાગે, તો તેજ ભવે યાવત્‌ દુઃખનો અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા સર-વીરણ-વંશીમૂલ - વલ્લીમૂલના સ્તંભને જુએ, તેને ઉખાડીને ફેંકે, પોતે ઉખેડી નાંખ્યો તેમ માને, તત્ક્ષણ જાગી જાય, તો તે જ ભવે યાવત્‌ દુઃખનો અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા ક્ષીર-દહિ-ઘી-મધુના કુંભને જુએ, ઉપાડે, ઉપાડ્યો એમ માને, જલ્દી જાગે, તે ભવે યાવત્‌ અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા-સૌવીર-સુરારૂપ-તેલ-ચરબીનો કુંભ, તેને ભેદે, ભેદ્યો એમ માને, જલ્દી જાગે, બે ભવે સિદ્ધ થાય.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટા પદ્મ સરોવરને પુષ્પીત થયેલો જુએ, તેનું અવગાહન કરે, મેં અવગાહન કર્યુ તેમ માને, તત્ક્ષણ જાગી જાય, તો તે જ ભવે યાવત્‌ દુઃખનો અંત કરે છે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક મોટો સાગર, તરંગ-કલ્લોલથી યાવત્‌ ઉછડતો જુએ. તેને તરી જાય, તર્યો તેમ માને, જલ્દીથી યાવત્‌ અંત કરે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સર્વરત્નમય મહાભવનને જુએ, આરૂઢ થાય, પ્રવેશ કરતો પ્રવેશે, મેં પ્રવેશ કર્યો તેમ પોતાને માને જલ્દીથી જાગી જાય, તો તે જ ભવે યાવત્‌ સર્વ દુઃખનો અંત કરે છે.
સ્ત્રી કે પુરુષ સ્વપ્નાંતે એક સર્વરત્નમય વિમાનને જુએ, આરોહણ કરે, પોતે આરોહણ કર્યુ માને, જલ્દીથી જાગે, યાવત્‌ અંત કરે.

Linked texts (1)