Pramāṇa · Search · About · API

Viyahapannatti 1077

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1077

Language
Gujarati

1077

‘ભગવતી’ સૂત્ર-૭૧૫ :– [૧૭/૧૨/૭૧૫]
ભગવન્‌! એકેન્દ્રિયો બધાં સમાનાહારી, સમશરીરી છે? એ પ્રમાણે શતક-૧-ના ઉદ્દેશક-૨-માં પૃથ્વીકાયિકની વક્તવ્યતા કહી. તે અહીં એકેન્દ્રિયોમાં કહેવી. યાવત્‌ સમાયુષ્‌, સમોપપન્નક, (નથી).
ભગવન્‌! એકેન્દ્રિયોને કેટલી લેશ્યા છે? ગૌતમ! ચાર. તે આ - કૃષ્ણલેશ્યા યાવત્‌ તેજોલેશ્યા. - - ભગવન્‌! આ એકેન્દ્રિયોને કૃષ્ણલેશ્યાદિમાં યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! એકેન્દ્રિયોમાં સૌથી ઓછા તેજોલેશ્યી, કાપોતલેશ્યી અનંતા, નીલલેશ્યી વિશેષાધિક, કૃષ્ણલેશ્યી વિશેષાધિક છે. - - ભગવન્‌! એકેન્દ્રિયોમાં આ કૃષ્ણલેશ્યીની ઋદ્ધિ દ્વીપકુમારો (શતક-૧૬, ઉદ્દેશો-૧૧)માં કહી છે, તેમ અહીં કહેવી.

Linked texts (1)