Pramāṇa · Search · About · API

Viyahapannatti 1132

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1132

Language
Gujarati

1132

‘ભગવતી’ સૂત્ર-૭૫૪ :– [૧૮/૧૦/૭૫૪]
ભગવન્‌! પરમાણુ પુદ્ગલ, વાયુકાયથી સ્પૃષ્ટ છે કે વાયુકાય પરમાણુ પુદ્ગલથી સ્પૃષ્ટ છે? ગૌતમ! પરમાણુ પુદ્ગલ, વાયુકાયથી સ્પૃષ્ટ છે પણ વાયુકાય પરમાણુ પુદ્ગલથી સ્પૃષ્ટ નથી.
ભગવન્‌! દ્વિપ્રદેશિસ્કંધ વાયુકાયથી? પૂર્વવત્‌. એ પ્રમાણે યાવત્‌ અસંખ્યપ્રદેશિક કહેવો.
ભગવન્‌! અનંતપ્રદેશિક સ્કંધ, વાયુકાયને? પૃચ્છા. ગૌતમ! અનંત પ્રદેશી સ્કંધ વાયુકાય વડે સ્પૃષ્ટ છે, વાયુકાય, અનંતપ્રદેશી સ્કંધ વડે કદાચ સ્પૃષ્ટ છે, કદાચ સ્પૃષ્ટ નથી.
ભગવન્‌! મશક વાયુકાય વડે સ્પૃષ્ટ છે કે વાયુકાય મશક વડે સ્પૃષ્ટ છે? ગૌતમ! મશક વાયુકાય વડે સ્પૃષ્ટ છે, વાયુકાય મશક વડે સ્પૃષ્ટ નથી.

Linked texts (1)