Viyahapannatti 1219
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1219
- Language
- Gujarati
1219
‘ભગવતી’ સૂત્ર-૮૦૪ :– [૨૦/૧૦/૮૦૪]
ભગવન્! નૈરયિકો, શું આત્મોપક્રમથી ઉપજે છે, કે પરોપક્રમથી ઉપજે છે કે નિરૂપક્રમથી ઉપજે છે? ગૌતમ! આત્મોપક્રમથી પણ ઉપજે, પરોપક્રમથી પણ ઉપજે, નિરૂપક્રમથી પણ ઉપજે. એ પ્રમાણે યાવત્ વૈમાનિક.
ભગવન્! નૈરયિકો શું આત્મોપક્રમથી ઉદ્વર્તે. પરોપક્રમથી ઉદ્વર્તે કે નિરૂપક્રમથી ઉદ્વર્તે? ગૌતમ! આત્મોપક્રમથી ન ઉદ્વર્તે, પરોપક્રમથી ન ઉદ્વર્તે, પણ નિરૂપક્રમથી ઉદ્વર્તે. એ પ્રમાણે સ્તનિતકુમાર સુધી કહેવું.
પૃથ્વીકાયિકો યાવત્ મનુષ્યો ત્રણે રીતે ઉદ્વર્તે, બાકીના જેમ નૈરયિક. માત્ર જ્યોતિષ્ક, વૈમાનિક ચ્યવે.
ભગવન્! નૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉપજે કે પરઋદ્ધિથી ઉપજે? ગૌતમ! આત્મઋદ્ધિથી ઉપજે, પરઋદ્ધિથી નહીં. એમ યાવત્ વૈમાનિક.
ભગવન્! નૈરયિકો શું આત્મઋદ્ધિથી ઉદ્વર્તે, પરઋદ્ધિથી ઉદ્વર્તે? ગૌતમ! આત્મઋદ્ધિથી ઉદ્વર્તે, પરઋદ્ધિથી નહીં. એ રીતે યાવત્ વૈમાનિક. વિશેષ એ કે – જ્યોતિષ્ક, વૈમાનિક ચ્યવે છે તેમ કહેવું.
ભગવન્! નૈરયિક સ્વકર્મોથી ઉપજે૦? ગૌતમ! આત્મકર્મથી ઉપજે છે, પરકર્મોથી નહીં. એ રીતે વૈમાનિક સુધી કહેવું. એમ ઉદ્વર્તના કહેવી.
ભગવન્! નૈરયિક શું આત્મપ્રયોગથી ઉપજે, પરપ્રયોગ વડે ઉપજે? ગૌતમ! આત્મપ્રયોગથી ઉપજે પરપ્રયોગથી નહીં. એ રીતે યાવત્ વૈમાનિક. એમ ઉદ્વર્તના દંડક.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit