Pramāṇa · Search · About · API

Viyahapannatti 1259

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1259

Language
Gujarati

1259

વિવેચન :–૮૩૯
(૧) તિન્નિ નાણા૦ નરકગામી સંજ્ઞી તિર્યંચોમાં જ્ઞાન-અજ્ઞાન ત્રણે વિકલ્પે હોય છે અર્થાત્‌ બે કે ત્રણ હોય. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચને ત્રણ, નરકે જનાર સંજ્ઞીને પાંચ સમુદ્ઘાત હોય છે, કેમકે છેલ્લા બે મનુષ્યોને જ હોય. સંજ્ઞી પંચે૦ તિર્યંચમાં જન્મી, ફરી નરકે જઈ, પછી મનુષ્ય, એ પ્રમાણે કાયસંવેધમાં બે ભવ જઘન્યથી હોય, એ રીતે આઠ ભવો કહેવા, - X - X - એ રીતે ઔઘિક નારકોમાં ઉત્પાદ. આ પહેલો ગમ.
(૨) પર્યાપ્તા આદિ – (૩) તે જ ઉત્કૃષ્ટકાળમાં,(૪) જઘન્યકાળ સ્થિતિ આદિ, તેમાં ૮ વિષયમાં અંતર છે – શરીરાવગાહના ધનુષ્‌ પૃથક્‌ત્વ, લેશ્યા આદ્ય ત્રણ, મિથ્યાદૃષ્ટિત્વ, બે અજ્ઞાન જ, આદ્ય. ત્રણ સમુદ્ઘાત. જઘન્ય સ્થિતિક અસંજ્ઞી ગમ માફક આયુ, અધ્યવસાય, અનુબંધ છે, અહીં આયુ અંતર્મુહૂર્ત્ત, અધ્યવસાય સ્થાનો અપ્રશસ્તજ, અનુબંધ અંતર્મુહૂર્ત્તજ. અવસેસ - જેમ સંજ્ઞીના પહેલા ગમમાં અર્થાત્‌ ઔઘિક છે - X -
(૫) તે જ જઘન્યકાળમાં સંજ્ઞી વિષયમાં ગમો, (૬) તે જ ઉત્કૃષ્ટ ઈત્યાદિમાં, (૭) ઉત્કૃષ્ટકાળ આદિમાં, - X - (૮) તે જ ઉત્કૃષ્ટ સ્થિતિક સંજ્ઞી, (૯) ઉત્કૃષ્ટ આદિમાં નવમો ગમ.
ઉક્ખેવ - પ્રસ્તાવના, નિક્ખેવ - નિગમન. તે એ પ્રમાણે છે પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક આશ્રીને રત્નપ્રભાની વક્તવ્યતા કહી, હવે તેને જ આશ્રીને શર્કરાપ્રભા વક્તવ્યતા –

Linked texts (1)