Pramāṇa · Search · About · API

Viyahapannatti 1260

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1260

Language
Gujarati

1260

‘ભગવતી’ સૂત્ર-૮૪૦ :– [૨૪/–/૧/૮૪૦]
(૧) ભગવન્‌! પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, જે શર્કરાપ્રભા પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય? ગૌતમ! જઘન્યથી સાગરોપમ અને ઉત્કૃષ્ટથી ત્રણ સાગરોપમ સ્થિતિમાં ઉપજે.
ભગવન્‌! તે જીવો એક સમયમાં૦ એ પ્રમાણે રત્નપ્રભામાં ઉત્પન્ન થવાના ગમની માફક સમગ્ર વક્તવ્યતા કહેવી. યાવત્‌ ભવાદેશ તથા કાલાદેશથી જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અધિક સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક બાર સાગરોપમ, આટલો કાળ યાવત્‌ ગમનાગમન કરે.
(૨) એ પ્રમાણે રત્નપ્રભા પૃથ્વી ગમ સમાન નવે ગમો કહેવા. વિશેષ એ કે – બધાં ગમોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધમાં સાગરોપમ કહેવું. - - આ પ્રમાણે છટ્ઠી પૃથ્વી સુધી કહેવું. વિશેષ એ કે - નૈરયિક સ્થિતિ જે જે પૃથ્વીમાં જઘન્ય-ઉત્કૃષ્ટ હોય તેને ચાર ગણી કરવી. (જેમકે) વાલુકાપ્રભામાં ૨૮ સાગરોપમ, એ ચારગણી થાય. પંકપ્રભામાં-૪૪, ધૂમપ્રભામાં-૬૮, તમામાં-૮૮, સંઘયણોમાં વાલુકાપ્રભામાં પાંચ સંઘયણી, વજ્રઋષભનારાચ યાવત્‌ કીલિકા. પંકપ્રભામાં ચાર સંઘયણી, ધૂમપ્રભામાં ત્રણ સંઘયણી, તમામાં બે સંઘયણી - વજ્રઋષભ નારાચ અને ઋષભ નારાચવાળા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્‌.
પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવત્‌ તિર્યંચયોનિક જે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. - - ભગવન્‌! તે જીવો૦ જેમ રત્નપ્રભાના નવ ગમકો કહ્યા, તેમ અહીં જાણવા. વિશેષ એ કે – વજ્રઋષભનારાચ સંઘયણી ઉત્પન્ન થાય અને સ્ત્રીવેદકો ઉત્પન્ન ન થાય. બાકી પૂર્વવત્‌ યાવત્‌ અનુબંધ. સંવેધ - ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ સાત ભવ ગ્રહણ કરે છે. કાલ આદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ, એટલો કાળ યાવત્‌ કરે.
તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્‌ જ વક્તવ્યતા યાવત્‌ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય કાલાદેશ પણ તેમજ યાવત્‌ ચાર પૂર્વકોડી અધિક યાવત્‌ કરે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો તે પ્રમાણે જ યાવત્‌ અનુબંધ, ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પાંચ ભવગ્રહણ. કાલાદેશથી જઘન્યથી ૩૩-સાગરોપમ અને બે અંતર્મુહૂર્ત્ત અધિક, ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોડી અધિક.
તે જ જઘન્યકાળ સ્થિતિક૦ રત્નપ્રભા પૃથ્વી જઘન્યકાળસ્થિતિ વક્તવ્યતા માફક કહેવી યાવત્‌ ભવાદેશ. માત્ર પ્રથમ સંઘયણ, સ્ત્રીવેદક નહીં. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ-ઉત્કૃષ્ટ સાત ભવ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૬૬- સાગરોપમ ઈત્યાદિ - X -
તે જ જઘન્ય કાળ સ્થિતિકમાં ઉત્પન્ન, એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો યાવત્‌ કાલાદેશ.
તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉત્પન્ન બધું પૂર્વવત્‌ યાવત્‌ અનુબંધ, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ પાંચ ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ અંતર્મુહૂર્ત્ત અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્‌ કરે.
તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જઘન્ય ૨૨-સાગરોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે છે - ભગવન્‌! તે૦ બાકી બધું સાતમી પૃથ્વી પ્રથમગમ વક્તવ્યતા કહેવી. યાવત્‌ ભવાદેશ, વિશેષ એ કે – સ્થિતિ, અનુબંધ, જઘન્યથી પૂર્વ કોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકી પૂર્વવત્‌. કાલાદેશથી જઘન્યે બે પૂર્વકોડી અભ્યધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્‌ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય. સાતમા ગમ મુજબ જ બધી વક્તવ્યતા અને સંવેધ કહેવો.
તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન૦ એ પ્રમાણે જ યાવત્‌ અનુબંધ. ભવાદેશથી જઘન્યે ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી પાંચ ભવ. કાલાદેશથી ૩૩-સાગરોપમ બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટે ૬૬-સાગરોપમાદિ.

Linked texts (1)