Pramāṇa · Search · About · API

Viyahapannatti 1261

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1261

Language
Gujarati

1261

વિવેચન :–૮૪૦
પજ્જત્ત - પરિણામ, સંહનનાદિની પ્રાપ્તિ, જે રીતે રત્નપ્રભામાં ઉત્પત્તિ કહી, તે સંપૂર્ણ શર્કરાપ્રભામાં પણ કહેવી. બીજી નારકીમાં જઘન્યા સ્થિતિ સાગરોપમ, સંજ્ઞીના ભવે અંતર્મુહૂર્ત્ત એ રીતે સાગરોપમ અધિક અંતર્મુહૂર્ત્ત થઈ. બીજીમાં ઉત્કૃષ્ટ ત્રણ સાગરોપમ, તેને ચારથી ગુણતા બાર થાય ઈત્યાદિ - X -. બીજી નારકી આદિમાં જઘન્ય અને ઉત્કર્ષથી સાગરોપમાદિ કહેવા. જેમકે (૧) એક સાગરોપમ, (૨) ત્રણ, (૩) સાત, (૪) દશ, (૫) સત્તર, (૬) બાવીશ, (૭) તેત્રીશ એ સાતેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને જે પહેલીમાં ઉત્કૃષ્ટ, તે બીજીમાં જઘન્ય, ઈત્યાદિ સમજવું.
રત્નપ્રભા તુલ્ય નવે ગમ કહેવા. ક્યાં સુધી? છઠ્ઠી પૃથ્વી સુધી. છઠ્ઠી પૃથ્વી સુધી ઉત્કૃષ્ટ કાયસંવેધ ચાર ગણો કહેવો. - X - X - પહેલી ત્રણ પૃથ્વીમાં સેવાર્ત્ત સંઘયણી ઉપજે, એ રીતે ચોથીએ ચાર, પાંચમીએ ત્રણ, છઠ્ઠીએ બે, સાતમીએ એક સંઘયણ થાય.
હવે સાતમી પૃથ્વી આશ્રીને કહે છે – સ્ત્રીઓની ઉત્પત્તિ છઠ્ઠી નરક સુધી જ હોય. જઘન્ય ત્રણ ભવ - મત્સ્ય, સાતમી પૃથ્વી, મત્સ્ય, સાતમી ઈત્યાદિ.
કાલાદેશથી ૨૨-સાગરોપમ જઘન્યા, મત્સ્યનું અંતર્મુહૂર્ત્ત અધિક, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ, જો ત્રણ વખત સાતમીમાં ઉપજે અને ચાર પૂર્વકોટી અધિક, કેમકે ચાર વખત મત્સ્યમાં ઉપજે. આ ઉત્કૃષ્ટ કાળ કહ્યો છે મધ્યમ કાળ પરિમાણ જુદું આવે. (આ પહેલો ગમ.) જઘન્યકાળ સ્થિતિ બીજો, ઉત્કૃષ્ટ કાલસ્થિતિ ત્રીજો ગમ-તેમાં ઉત્કૃષ્ટ પાંચ ભવ ગ્રહણ, જઘન્યકાલ સ્થિતિક આદિ ચોથો ગમ તેમાં રત્નપ્રભાવત્‌ કહેવું. વિશેષ એ કે - સંઘયણ છ, વેદ ત્રણ કહેવા. પ્રથમ સંઘયણી જીવો આવે, સ્ત્રી ન આવે. - - હવે મનુષ્યાધિકારમાં કહે છે–

Linked texts (1)