Viyahapannatti 1277
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1277
- Language
- Gujarati
1277
વિવેચન :–૮૪૯ થી ૮૫૨
ઉદ્દેશા-૧૩-માં નથી લખતા. ૧૪-માં લખીએ છીએ - દેવોથી ઉદ્વર્તીને તેઉકાયમાં ન ઉપજે. એ પ્રમાણે ૧૫-માં પણ જાણવું.
ઉદ્દેશા-૧૬-માં લખે છે. જાહે૦ આદિ દ્વારા વનસ્પતિના જ અનંતોનું ઉદ્વર્તન કહ્યું, અન્ય નહીં. બાકી બધામાં તો અસંખ્યાતત્વ જ છે, તથા અનંતોનો ઉત્પાદ વનસ્પતિમાં - X - X - કહ્યો. અહીં પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમકમાં અનુત્કૃષ્ટ સ્થિતિ ભાવથી, અનંતા ઉપજે તેમ કહ્યું. બાકી પાંચ ગમોમાં ઉત્કૃષ્ટ સ્થિતિ ભાવથી એક કે બે આદિ કહ્યા, તેમાં જ પહેલા, બીજા, ચોથા, પાંચમામાં અનુત્કૃષ્ટ સ્થિતિત્વથી ઉત્કર્ષથી ભવાદેશથી અનંત ભવગ્રહણ કહેવા. કાલાદેશથી અનંતકાળ, બાકીમાં આઠ ભવગ્રહણ કેમકે ઉત્કૃષ્ટ સ્થિતિ અભાવ છે. સ્થિતિ, સંવેધની વૃત્તિ સરળ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit