Viyahapannatti 1278
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1278
- Language
- Gujarati
1278
‘ભગવતી’ સૂત્ર-૮૫૩ થી ૮૫૫ :– [૨૪/–/૧૭ થી ૧૯/૮૫૩ થી ૮૫૫]
[૮૫૩] ભગવન્! બેઈન્દ્રિય જીવ ક્યાંથી આવીને ઉપજે છે? યાવત્ હે ભગવન્! પૃથ્વીકાયિક જે બેઈન્દ્રિયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? પૂર્વોક્ત પૃથ્વીકાયનું કથન કહેવું યાવત્ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવગ્રહણ એટલો કાળ રહે. એ રીતે તેમાં ચાર ગમકોમાં સંવેધ જાણવો. બાકીના પાંચ ગમકોમાં તે રીતે જ આઠ ભવો છે
એ રીતે યાવત્ ચઉરિન્દ્રિય સુધી ચારમાં સંખ્યાત ભવો, પાંચમાં આઠ ભવો છે. પંચેન્દ્રિય તિર્યંચ યોનિક અને મનુષ્યોમાં તે રીતે આ ભવો છે. દેવો ચ્યવીને બેઈન્દ્રિયોમાં ન ઉપજે. સ્થિતિ અને સંવેધ જાણી લેવો.
ભગવન્! તે એમ જ છે (૨).
[૮૫૪] ભગવન્! તેઈન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે? તેઈન્દ્રિયો, બેઈન્દ્રિયના ઉદ્દેશ માફક કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. તેઉકાય સાથે તૃતીયગમમાં ઉત્કૃષ્ટ ૨૦૮ રાત્રિદિવસ અને બેઈન્દ્રય સાથે તૃતીય ગમમાં ઉત્કૃષ્ટથી ૧૯૬ રાત્રિ-દિવસ અધિક ૪૮ વર્ષ થાય. તેઈન્દ્રિયો સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ ૩૯૨ રાત્રિદિવસ થાય. આ પ્રમાણે સંજ્ઞી મનુષ્ય સુધી સર્વત્ર જાણવું. - - ભગવન્! તે એમ જ છે - એમ જ છે.
[૮૫૫] ભગવન્! ચતુરિન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે? જેમ તેઈન્દ્રિયના ઉદ્દેશક કહ્યો તેમ જ ચતુરિન્દ્રિયને પણ કહેવા. વિશેષ એ કે - સ્થિતિ અને સંવેધ જાણી લેવા. - - ભગવન્! તે એમ જ છે (૨).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit