Viyahapannatti 1295
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1295
- Language
- Gujarati
1295
‘ભગવતી’ સૂત્ર-૮૬૩ :– [૨૫/–/૧/૮૬૩]
સંસારી જીવ કેટલા પ્રકારે છે? ગૌતમ! ચૌદ પ્રકારે છે. તે આ – ૧. સૂક્ષ્મ અપર્યાપ્તક, ૨. સૂક્ષ્મ પર્યાપ્તક, ૩. બાદર અપર્યાપ્તક, ૪. બાદર પર્યાપ્તક, ૫. બેઈન્દ્રિય અપર્યાપ્તક, ૬. બેઈન્દ્રિય પર્યાપ્તક, ૭-૮. એ રીતે તેઈન્દ્રિય, ૯-૧૦. એ રીતે ચતુરિન્દ્રિય, ૧૧. અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તક, ૧૨. અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તક, ૧૩-૧૪. એ રીતે સંજ્ઞી પંચેન્દ્રિય.
ભગવન્! આ ચૌદ સંસારી જીવોમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ યોગની અપેક્ષાએ કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! (૧) સૌથી થોડા સૂક્ષ્મ અપર્યાપ્ત જઘન્ય યોગ. (૨) તેથી બાદર અપર્યાપ્તક જઘન્ય યોગ અસંખ્યાતગણા. (૩) તેથી બેઈન્દ્રિય અપર્યાપ્તક જઘન્ય યોગ અસંખ્યાત ગણા. (૪) એ રીતે તેઈન્દ્રિયના. (૫) એ રીતે ચતુરિન્દ્રિયના. (૬) અસંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણા છે – તેથી –
(૭) સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકના જઘન્ય યોગ અસંખ્યાતગણા. (૮) તેથી સૂક્ષ્મ પર્યાપ્તા જઘન્ય યોગ અસંખ્યાતગણા. (૯) બાદર પર્યાપ્તકના જઘન્ય યોગ તેથી અસંખ્યાતગણા. (૧૦) તેથી સૂક્ષ્મ અપર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૧૧) તેથી બાદર અપર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૧૨) તેથી સૂક્ષ્મ પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૧૩) બાદર પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૧૪) બેઈન્દ્રિય પર્યાપ્તાના જઘન્ય યોગ અસંખ્યાતગણા. (૧૫ થી ૧૮) એ રીતે તેઈન્દ્રિય યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તકના યોગ અસંખ્યાતગણા. – તેથી –
(૧૯) બેઈન્દ્રિય અપર્યાપ્તાના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૦) એ રીતે તેઈન્દ્રિયના. (૨૧) એ રીતે ચતુરિન્દ્રિયના. (૨૨-૨૩) એ રીતે યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય અપર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૪) તેથી બેઈન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાત ગણા. (૨૫) એ રીતે તેઈન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૬) ચતુરિન્દ્રિય પર્યાપ્તકના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૭) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તા ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા. (૨૮) સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ અસંખ્યાતગણા.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit