Viyahapannatti 13
Viyāhapannatti: ṭīkānusārī vivecana 13
- Language
- Gujarati
13
વિવેચન :–૫
હવે આ કઈ રીતે નિશ્ચિત્ત થઈ શકે કે સુધર્માસ્વામીએ જંબૂસ્વામી પ્રતિ આ સંબંધગ્રંથ કહ્યો છે? સુધર્માસ્વામીની વાચના જ અનુવર્તેલી છે. કહે છે – ‘સુધર્માસ્વામીથી તીર્થ પ્રવર્ત્યુ, બાકીના ગણધરો શિષ્ય-રહિત હતા. વળી જંબૂસ્વામી, સુધર્માસ્વામીના મુખ્ય શિષ્ય હતા. તેથી તેને આશ્રીને વાચના પ્રવર્તેલી છે. તથા છઠ્ઠા અંગમાં ઉપોદ્ઘાત આ પ્રમાણે દેખાય છે. – જેમ કે - જંબૂ, સુધર્માસ્વામીને કહે છે –
હે ભગવન્! જો ભગવતી નામક પાંચમાં અંગનો આ અર્થ ભગવંત મહાવીરે કહ્યો, તો છઠ્ઠા અંગનો શો અર્થ છે? તેથી જંબૂ પ્રત્યે સુધર્માસ્વામીએ જરૂર ઉપોદ્ઘાત કહેલો હોવો જોઈએ. મૂલની ટીકા કરનારે આ ઉપોદ્ઘાત ગ્રંથ વ્યાખ્યાન આખા શાસ્ત્રને ઉદ્દેશીને કરેલ છે, અમે તે માત્ર આ ઉદ્દેશા પરત્વે કર્યું છે, કેમ કે શાસ્ત્રમાં અનેક પ્રકારે ઉપોદ્ઘાત થયેલો છે. અહીં પૂર્વે કહેલ નમસ્કારાદિ ગ્રંથની કોઈ પણ કારણે વૃત્તિકારે વ્યાખ્યા કરી નથી.
તે નગર હતું - X - X - કાળ - આ અવસર્પિણીના ચોથા ભાગ રૂપ, તેમાં જ્યાં આ ભગવન્ ધર્મકથા કરતા હતા. સમય-કાળનો વિશિષ્ટ વિભાગ. - X - તે કાળે, તે સમયે કે હેતુભૂત તે કાળે - તે સમયે. રાજગૃહ નગર હતું. - X - [શંકા] હમણાં પણ તે નગર છે, છતાં હતું કેમ કહ્યું? [સમાધાન] નગરના વર્ણન ગ્રંથમાં યુક્ત વિભૂતિ ત્યારે જ હતી, સુધર્માસ્વામી વાચના દેતા હતા તે કાળે નહીં. કેમ કે અવસર્પિણીપણાને લીધે, કાળના અશુભભાવથી સારા પદાર્થોની હાનિ થવાથી, તેમ કહ્યું.
વણ્ણઓ - અહીં નગરનું વર્ણન કહેવું. ગ્રંથ ગૌરવભયથી અહીં તે લખેલ નથી. તે આ રીતે - પુરના ભવનાદિ વડે મોટું, સ્વ ચક્રાદિ ભયરહિત હોવાથી સ્થિર, ધન ધાન્યાદિથી સમૃદ્ધ. - X - પ્રમોદ કારણ વસ્તુના સદ્ભાવથી આનંદિત નગરજનો ઈત્યાદિ ઉવવાઈથી જાણવું.
તે રાજગૃહ નગરની બહાર ઈશાન ખૂણામાં - દિશા ભાગમાં કે ગગનમંડલના દિગ્રૂપ ભાગમાં ગુણશિલક ચૈત્ય હતું. લેપ્યાદિ વસ્તુના ચયનને ‘ચિતિ’ કહે છે, તેનું ચિતિપણું કે ચિતિનું કર્મ તે ચૈત્ય. તે સંજ્ઞા શબ્દ હોવાથી ચૈત્ય એટલે દેવપ્રતિમા કે તેના આશ્રયત્વથી દેવગૃહ. અહીં વ્યંતરાયન અર્થ લેવો પણ અર્હત્ ચૈત્ય-આયતન નહીં. અહીં ન કહેવાયેલ શબ્દો પ્રાયઃ સુગમ હોવાથી કહ્યા નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit