Viyahapannatti 1325
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1325
- Language
- Gujarati
1325
‘ભગવતી’ સૂત્ર-૮૮૨ :– [૨૫/–/૪/૮૮૨]
દ્રવ્યાર્થતાથી જીવ શું કૃતયુગ્મ૦ છે? પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ-ત્ર્યોજ-દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે. એ રીતે નૈરયિકથી સિદ્ધ સુધી.
ભગવન્! જીવો દ્રવ્યાર્થરૂપે શું કૃતયુગ્મ છે૦? પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ છે, પણ ત્ર્યોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ, ત્ર્યોજ, દ્વાપરયુગ્મ નથી, કલ્યોજ છે.
ભગવન્! નૈરયિકો દ્રવ્યાર્થપણે૦ પૃચ્છા. ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ, વિધાનાદેશથી કૃતયુગ્મ - ત્ર્યોજ - દ્વાપરયુગ્મ નથી, પણ કલ્યોજ છે.
આ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું.
ભગવન્! જીવ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ૦ પૃચ્છા. ગૌતમ! જીવ પ્રદેશ આશ્રીને કૃતયુગ્મ છે, ત્ર્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું.
ભગવન્! સિદ્ધ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ૦ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ છે, ત્ર્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી.
ભગવન્! જીવો પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ? પૃચ્છા. ગૌતમ! જીવપ્રદેશ આશ્રીને ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, ત્ર્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. શરીર પ્રદેશ આશ્રીને ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે.
આ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિકો જાણવા.
ભગવન્! સિદ્ધો૦? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, ત્ર્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit