Viyahapannatti 1334
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1334
- Language
- Gujarati
1334
વિવેચન :–૮૮૭
બહુ વક્તવ્યતામાં દ્વિઅણુકથી પરમાણુઓ સૂક્ષ્મત્વ અને એકત્વથી ઘણાં છે. દ્વિપ્રદેશકા અણુ કરતા થોડા છે કેમકે સ્થૂળ છે એમ વૃદ્ધો કહે છે, બીજા કહે છે વસ્તુ સ્વભાવથી તેમ છે. એ રીતે આગળ પણ પૂર્વ પૂર્વના ઘણાં અને ઉત્તર-ઉત્તરના થોડાં છે. દશપ્રદેશી કરતાં સંખ્યાત પ્રદેશી, સંખ્યાત સ્થાનોનાં ઘણાં પણાથી ઘણાં છે. સંખ્યાતથી અસંખ્યાતપ્રદેશી ઘણાં છે.અનંતપ્રદેશથી પણ તથાવિધ સૂક્ષ્મપરિણામત્વથી અસંખ્યાતપ્રદેશી વધુ છે
પ્રદેશાર્થ વિચારણામાં પરમાણુથી દ્વિપ્રદેશિકા ઘણાં છે. જેમ દ્રવ્યત્વથી પરિમાણથી ૧૦૦ પરમાણુ છે, દ્વિપ્રદેશા-૬૦ છે. પ્રદેશાર્થતામાં પરમાણુ ૧૮૦ હોય તો દ્વિઅણુક ૧૨૦ હોય. તેથી ઘણાં છે, તેમ કહ્યું.
ક્ષેત્ર અપેક્ષાએ પુદ્ગલનું અલ્પત્વાદિ વિચારે છે. એક પ્રદેશાવગાઢ પરમાણુ આદિથી અનંત પ્રદેશિક સ્કંધ સુધી હોય છે. દ્વિપ્રદેશાવગાઢ દ્વિઅણુથી અનંતા અણુ સુધી છે. તે સમ અધિક છે, પણ બમણાં નથી.
વર્ણાદિ ભાવ વિશેષિત પુદ્ગલ વિચારણામાં કર્કશાદિ ચાર સ્પર્શ વિશેષિત પુદ્ગલોમાં પૂર્વ કરતાં પછીના દ્રવ્યાર્થતાથી ઘણાં કહ્યા છે. પણ શીતાદિ ચાર સ્પર્શ કાલાદિ વર્ણ માફક ઉત્તર કરતાં પૂર્વના દશ ગુણ સુધી ઘણાં કહેવા. દશ ગુણથી સંખ્યાતગુણ તેથી અનંતગુણ, તેથી અસંખ્યાતગુણ ઘણાં છે.
- - હવે પ્રકારાંતરથી પુદ્ગલ વિચારણા બતાવે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit