Viyahapannatti 1335
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1335
- Language
- Gujarati
1335
‘ભગવતી’ સૂત્ર-૮૮૮ :– [૨૫/–/૪/૮૮૮]
ભગવન્! આ પરમાણુ પુદ્ગલોમાં સંખ્યાત-અસંખ્યાત-અનંત પ્રદેશી સ્કંધોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થ-તાથી, દ્રવ્ય-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડાં અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થપણે છે. પરમાણુ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અનંતગુણા છે, સંખ્યાતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગુણા છે, અસંખ્યાતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થતાથી અસંખ્યાત ગણા છે, પ્રદેશાર્થતાથી સૌથી થોડાં અનંતપ્રદેશી સ્કંધો છે. પ્રદેશાર્થતાથી પરમાણુ પુદ્ગલો અપ્રદેશપણે અનંતગુણ છે, સંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશાર્થતાથી સંખ્યાતગુણા, અસંખ્યાતપ્રદેશી સ્કંધો પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણા છે. દ્રવ્ય પ્રદેશાર્થતાથી સૌથી થોડાં અનંતપ્રદેશી સ્કંધો દ્રવ્યાર્થથી છે, તે જ પ્રદેશાર્થતાથી અનંતગણા છે. પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થ-પ્રદેશાર્થથી અનંતગુણ છે, સંખ્યાતપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણાં છે, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાતગણાં છે, અસંખ્યાતપ્રદેશી સ્કંધ દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગુણ છે, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગુણ છે.
ભગવન્! આ એક પ્રદેશાવગાઢ, સંખ્યાત પ્રદેશાવગાઢ અને અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલોમાં દ્રવ્યાર્થતાથી, પ્રદેશાર્થતાથી, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણાં, અસંખ્ય પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા છે. - - પ્રદેશાર્થતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલો અપ્રદેશાર્થતાથી, સંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા છે. - - દ્રવ્ય-પ્રદેશાર્થતાથી સૌથી થોડાં એક પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થ-અપ્રદેશાર્થતાથી છે, અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી સંખ્યાતગણા, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાતગણા છે. અસંખ્યાત પ્રદેશાવગાઢ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા.
ભગવન્! આ એક સમય સ્થિતિક, સંખ્યાત સમય સ્થિતિક, અસંખ્યાત સમય સ્થિતિક પુદ્ગલોમાં૦? અવગાહના મુજબ અહીં પણ કહેવું.
ભગવન્! આ એક ગુણ કાળા, સંખ્યાતગુણ કાળા, અસંખ્યાત ગુણ કાળા અને અનંતગુણ કાળા પુદ્ગલો દ્રવ્યાર્થ-પ્રદેશાર્થ-દ્રવ્યાર્થ પ્રદેશાર્થપણે૦? આનું અલ્પબહુત્વ પરમાણુ પુદ્ગલના અલ્પબહુત્વ માફક કહેવું. એ પ્રમાણે બાકીના વર્ણ-ગંધ-રસોનું પણ કહેવું.
ભગવન્! આ એક ગુણ કર્કશ, સંખ્યાત ગુણ કર્કશ, અસંખ્યાત ગુણ કર્કશ, અનંત ગુણ કર્કશ પુદ્ગલોમાં દ્રવ્યાર્થતા, પ્રદેશાર્થતા, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા એક ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી છે. સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાતગણા છે, અસંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થતાથી અસંખ્યાતગણા છે. અનંતગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અનંતગણા છે. પ્રદેશાર્થતાથી એમ જ છે. માત્ર સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલ પ્રદેશાર્થતાથી અસંખ્યાતગણા છે. બાકી પૂર્વવત્. દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સૌથી થોડાં એક ગુણ કર્કશ પુદ્ગલો, દ્રવ્યાર્થ-પ્રદેશાર્થતાથી સંખ્યાત ગુણ કર્કશ પુદ્ગલો દ્રવ્યાર્થપણે સંખ્યાત ગુણ છે, તે જ પ્રદેશાર્થતાથી સંખ્યાત ગુણ છે. અસંખ્યાત ગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગુણ, તે જ પ્રદેશાર્થતાથી અસંખ્યાત ગુણ છે, અનંત ગુણ કર્કશ દ્રવ્યાર્થપણે અનંત ગુણ, તે જ પ્રદેશાર્થપણે અનંત ગુણ છે.
એ પ્રમાણે મૃદુ-ગુરુ-લઘુનું પણ અલ્પ બહુત્વ જાણવું. શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રુક્ષનું અલ્પબહુત્વ વર્ણ માફક કહેવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit