Viyahapannatti 1344
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1344
- Language
- Gujarati
1344
‘ભગવતી’ સૂત્ર-૮૯૬, ૮૯૭ :– [૨૫/–/૫/૮૯૬, ૮૯૭]
[૮૯૬] ભગવન્! નિગોદ કેટલા છે? ગૌતમ! બે ભેદે છે. તે આ - નિગોદ અને નિગોદ જીવ. - - ભગવન્! નિગોદ, કેટલા ભેદે છે? ગૌતમ! બે ભેદે - સૂક્ષ્મ નિગોદ અને બાદર નિગોદ. એ પ્રમાણે નિગોદને જેમ જીવાભિગમમાં કહ્યા, તેમ સંપૂર્ણ કહેવા.
[૮૯૭] ભગવન્! નામ કેટલા ભેદે છે? છ ભેદે છે - ઔદયિક યાવત્ સંનિપાતિક.
તે ઔદયિક નામ શું છે? તે બે ભેદે છે - ઉદય અને ઉદય નિષ્પન્ન. એ પ્રમાણે શતક-૧૭, ઉદ્દેશો-૧-માં ભાવો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર ‘ભાવ’ને બદલે અહીં ‘નામ’ કહેવું. બાકી પૂર્વવત્ યાવત્ સંનિપાતિક.
ભગવન્! તે એમ જ છે, એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit