Viyahapannatti 1355
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1355
- Language
- Gujarati
1355
‘ભગવતી’ સૂત્ર-૯૦૮ થી ૯૧૧ :– [૨૫/–/૬/૯૦૮ થી ૯૧૧]
[૯૦૮] ભગવન્! પુલાક, તીર્થમાં હોય કે અતીર્થમાં? ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં નહીં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના-કુશીલ પણ કહેવા. - - કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય. જો અતીર્થમાં હોય તો તે તીર્થંકર હોય કે પ્રત્યેક બુદ્ધ? ગૌતમ! તે તીર્થંકર હોય, પ્રત્યેક બુદ્ધ પણ હોય. - - એ રીતે નિર્ગ્રન્થ અને સ્નાતક જાણવા.
[૯૦૯] ભગવન્! પુલાક, સ્વલિંગે હોય કે અન્યલિંગે કે ગૃહીલિંગે હોય? ગૌતમ! દ્રવ્યલિંગને આશ્રીને સ્વલિંગ-અન્યલિંગ-કે-ગૃહીલિંગે પણ હોય. ભાવલિંગને આશ્રીને નિયમા સ્વલિંગે હોય. - - એ પ્રમાણે સ્નાતક સુધી જાણવું.
[૯૧૦] ભગવન્! પુલાક, કેટલા શરીરોમાં હોય? ગૌતમ! તે ઔદારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીરમાં હોય. - - બકુશની પૃચ્છા. ગૌતમ! ત્રણ કે ચાર શરીરમાં હોય. જો ત્રણ શરીરમાં હોય તો ઔદારિક-તૈજસ-કાર્મણ એ ત્રણમાં હોય. જો ચારમાં હોય તો ઔદારિક-વૈક્રિય-તૈજસ-કાર્મણ એ ચારમાં હોય. એ પ્રમાણે પ્રતિસેવનાકુશીલ પણ કહેવા.
કષાયકુશીલની પૃચ્છા - ગૌતમ! ત્રણ-ચાર કે પાંચ શરીરમાં હોય. જો ત્રણમાં હોય તો ઔદારિક, તૈજસ, કાર્મણમાં હોય, ચારમાં હોય તો ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણમાં હોય, જો પાંચમાં હોય તો ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણમાં હોય. નિર્ગ્રન્થ અને સ્નાતકને પુલાકવત્ જાણવા.
[૯૧૧] ભગવન્! પુલાક, કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મ-ભૂમિમાં ન હોય. - બકુશની પૃચ્છા. ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં નહીં. સંહરણ અપેક્ષાએ કર્મભૂમિ કે અકર્મભૂમિ બંનેમાં હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit