Viyahapannatti 1356
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1356
- Language
- Gujarati
1356
વિવેચન :–૯૦૮ થી ૯૧૧
તિત્થ - સંઘ, કષાયકુશીલ છદ્મસ્થાવસ્થામાં તીર્થંકર પણ હોય, તેની અપેક્ષાએ અને તીર્થના વ્યવચ્છેદમાં તેનાથી બીજા પણ હોય, તેથી આ અન્ય અપેક્ષામાં અતીર્થમાં હોય તેમ કહ્યું.
લિંગ દ્વાર - લિંગ બે ભેદે, દ્રવ્યથી અને ભાવથી. તેમાં ભાવલિંગ તે જ્ઞાનાદિ. આ સ્વલિંગ જ છે, જ્ઞાનાદિ ભાવ અર્હતોના જ છે અને દ્રવ્યલિંગ બે ભેદે – સ્વલિંગ અને પરલિંગ. તેમાં સ્વલિંગ-રજોહરણાદિ. પરલિંગ - બે ભેદે. કુતીર્થિકલિંગ અને ગૃહસ્થલિંગ. દ્રવ્યલિંગની અપેક્ષાએ ચારિત્ર પરિણામનો ત્રણે લિંગમાં સંભવ છે. - - શરીર દ્વારા વ્યક્ત છે.
ક્ષેત્ર - દ્વાર - જમ્મણ - જન્મ, ઉત્પાદ. સંતિભાવ - સદ્ભાવ. વિવક્ષિત ક્ષેત્રથી અન્યત્ર કે તેમાં જન્મેલના તેમાં ચારિત્રભાવે અસ્તિત્વ. આ બધાંને આશ્રીને પુલાક કર્મભૂમિમાં હોય. ત્યાં જન્મે અને વિચરે તે અકર્મભૂમિમાં જન્મતો નથી કેમકે ત્યાં જન્મેલને ચારિત્રનો અભાવ હોય તેથી ત્યાં પુલાક ન વર્તે. પુલાક લબ્ધિમાં વર્તનારને દેવાદિ વડે સંહરવો અશક્ય છે. અકર્મભૂમિમાં બકુશ ન જન્મે, સ્વકૃત વિહારથી ન જાય. પરકૃત્ વિહારથી કર્મભૂમિ કે અકર્મભૂમિમાં સંભવે છે. અહીં સંહરણ-એટલે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રમાં દેવો વડે લઈ જવા તે.
- હવે કાળ દ્વાર –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit