Viyahapannatti 1357
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1357
- Language
- Gujarati
1357
‘ભગવતી’ સૂત્ર-૯૧૨ :– [૨૫/–/૬/૯૧૨]
ભગવન્! પુલાક, શું અવસર્પિણી કાળે, હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસર્પિણી-ઉત્સર્પિણી કાળે હોય? ગૌતમ! અવસર્પિણી - ઉત્સર્પિણી અને નોઅવસર્પિણી ઉત્સર્પિણી ત્રણે કાળે હોય.
જો અવસર્પિણી કાળે હોય તો શું તે (૧) સુષમ સુષમા કાળે હોય, (૨) સુષમ કાળે હોય, (૩) સુષમ દૂષમા કાળે હોય, (૪) દુષમ સુષમાકાળે હોય, (૫) દૂષમા કાળે હોય કે (૬) દૂષમ દૂષમાકાળે હોય? ગૌતમ! જન્મને આશ્રીને માત્ર સુષમદૂષમા અને દૂષમસુષમા કાળે હોય, બાકીના ચાર કાળે ન હોય. - સદ્ભાવને આશ્રીને સુષમદૂષમા કાળે હોય, દૂષમ સુષમા કાળે હોય, દૂષમાકાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય.
જો ઉત્સર્પિણીકાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય, કે દૂષમકાળે - દૂષમસુષમ કાળે - સુષમદુઃખમાં કાળે - સુષમા કાળે - સુષમસુષમા કાળે હોય? ગૌતમ! જન્મને આશ્રીને દૂષમા કાળે હોય, દૂષમસુષમા કાળે હોય, સુષમદૂષમા કાળે હોય પણ બાકીના ત્રણ કાળે ન હોય. - સદ્ભાવને આશ્રીને દૂષમા કાળે હોય, દૂષમસુષમા કાળે હોય, સુષમદૂષમા કાળે હોય પણ બાકીના ત્રણ કાળમાં ન હોય.
જો નોઉત્સર્પિણી-અવસર્પિણી કાળમાં હોય તો શું સુષમસુષમા સમાન કાળમાં હોય, સુષમા સમાનકાળમાં હોય, સુષમદૂષમા સમાન કાળે હોય કે દૂષમસુષમા સમાન કાળે હોય? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને માત્ર દુષમસુષમા સમાન કાળમાં હોય, પણ બાકીના સુષમસુષમા સમાન કાળ આદિ ત્રણમાં ન હોય.
બકુશની પૃચ્છા. ગૌતમ! અવસર્પિણીકાળે હોય, ઉત્સર્પિણી કાળે હોય કે નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળે હોય? ત્રણે કાળમાં હોય.
જો અવસર્પિણીકાળમાં હોય તો શું સુષમસુષમા કાળમાં હોય૦ પ્રશ્ન? ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા કાળમાં ન હોય, સુષમા કાળે ન હોય, સુષમદુષમા કાળે હોય, દુષમસુષમા કાળે હોય, દૂષમા કાળે હોય, દૂષમદૂષમા કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય.
જો ઉત્સર્પિણી કાળમાં હોય તો શું દૂષમદૂષમા કાળે હોય ઈત્યાદિ પ્રશ્ન? ગૌતમ! જન્મને આશ્રીને દૂષમદૂષમા કાળે ન હોય આદિ જેમ પુલાકમાં કહ્યું તેમ કહેવું. સદ્ભાવને આશ્રીને દૂષમદૂષમાકાળે ન હોય, દૂષમા કાળે ન હોય એ પ્રમાણે પુલાકમાં કહ્યા મુજબ યાવત્ સુષમસુષમ કાળે ન હોય. સંહરણ અપેક્ષાએ કોઈપણ કાળમાં હોય.
જો નોઅવસર્પિણી-નોઉત્સર્પિણી કાળમાં હોય તો? પ્રશ્ન. ગૌતમ! જન્મ અને સદ્ભાવને આશ્રીને સુષમસુષમા સમાનકાળમાં ન હોય આદિ જેમ પુલાકમાં કહ્યું તેમ યાવત્ દુષમસુષમા સમાન કાળમાં હોય. સંહરણને આશ્રીને કોઈપણ કાળે હોય.
બકુશમાં કહ્યું તેમ પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલમાં પણ કહેવું. નિર્ગ્રન્થ અને સ્નાતકમાં પુલાકની માફક કહેવું. વિશેષ એ કે - સંહરણ અધિક કહેવું. બાકી પૂર્વવત્.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit