Pramāṇa · Search · About · API

Viyahapannatti 1361

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1361

Language
Gujarati

1361

‘ભગવતી’ સૂત્ર-૯૧૪ :– [૨૫/–/૬/૯૧૪]
ભગવન્‌! પુલાકને કેટલા સંયમ સ્થાન છે? ગૌતમ! અસંખ્ય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવું. - - ભગવન્‌! નિર્ગ્રન્થને કેટલા સંયમસ્થાન છે? ગૌતમ! એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન. - - આ પ્રમાણે સ્નાતકને પણ કહેવા.
ભગવન્‌! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ગ્રન્થ અને સ્નાતકોના સંયમ સ્થાનોમાં કોણ કોનાથી યાવત્‌ વિશેષ છે? ગૌતમ! સૌથી થોડા નિર્ગ્રન્થ અને સ્નાતકના એક જ અજઘન્યોત્કૃષ્ટ સંયમ સ્થાન છે, પુલાકના સંયમસ્થાન અસંખ્યાતગણા, બકુશના સંયમસ્થાન અસંખ્યાતગણા, પ્રતિસેવના કુશીલના સંયમસ્થાન અસંખ્યાતગણા, કષાય કુશીલના સંયમ સ્થાનો અસંખ્યાતગાણા છે.

Linked texts (1)