Pramāṇa · Search · About · API

Viyahapannatti 1362

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1362

Language
Gujarati

1362

વિવેચન :–૯૧૪
સંયમ - ચારિત્ર, તેના સ્થાન - શુદ્ધિ પ્રકર્ષ-અપ્રકર્ષકૃત્‌ ભેદો. તે પ્રત્યેક સર્વાકાશ પ્રદેશાગ્રગુણિત સર્વાકાશ પ્રદેશ પરિમાણ પર્યવયુક્ત હોય છે. તે પુલાકના અસંખ્યાત છે. કેમકે ચારિત્ર મોહનીય ક્ષયોપશમની વિચિત્રતા છે. આ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવું. - - નિર્ગ્રન્થને એક સંયમ સ્થાન હોય છે કેમકે કષાયોના ઉપશમ અને ક્ષયના અવિચિત્રત્વથી,શુદ્ધિના એકવિધત્વથી કહ્યું.એકત્વથી જ તેને અજઘન્યોત્કૃષ્ટત્વ છે.-X-
હવે પુલાકાદિના પરસ્પર સંયમ સ્થાનનું અલ્પબહુત્વ કહે છે – સૌથી થોડાં સંયમ સ્થાન નિર્ગ્રન્થ અને સ્નાતકના કઈ રીતે? એક જ હોવાથી. - X - પુલાકાદિને ઉક્ત ક્રમથી અસંખ્યાતગણા સ્થાન ક્ષયોપશમ વૈચિત્ર્યથી છે. હવે નિકર્ષ દ્વાર - તેમાં નિકર્ષ પુલાકાદિના પરસ્પર સંયોજનથી કહે છે –

Linked texts (1)