Pramāṇa · Search · About · API

Viyahapannatti 1363

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1363

Language
Gujarati

1363

‘ભગવતી’ સૂત્ર-૯૧૫ થી ૯૧૮ :– [૨૫/–/૬/૯૧૫ થી ૯૧૮]
[૯૧૫] ભગવન્‌! પુલાકના કેટલાં ચારિત્રપર્યવો છે? ગૌતમ! અનંતા. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવું. - - ભગવન્‌! એક પુલાક, બીજા પુલાકના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવોથી હીન-તુલ્ય કે અધિક છે?
ગૌતમ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો અનંત ભાગહીન, અસંખ્યાત ભાગહીન કે સંખ્યાત ભાગ હીન. સંખ્યાતગુણ હીન, અસંખ્યાતગુણ હીન કે અનંતગુણ હીન. જો અધિક હોય તો અનંત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક યાવત્‌ અનંતગુણ અધિક.
ભગવન્‌! પુલાક ચારિત્ર પર્યાયથી, બકુશના પરસ્થાન સંનિકર્ષથી હીન-તુલ્ય કે અધિક છે? હીન છે, અનંતગુણહીન છે. તુલ્યાદિ નથી. આ પ્રમાણે પ્રતિસેવના કુશીલના વિષયમાં પણ કહેવું - - કષાયકુશીલ સાથે ષટ્‌સ્થાન પતિત સ્વસ્થાનવત્‌ કહેવું. નિર્ગ્રન્થ, બકુશવત્‌. સ્નાતક તેમજ છે.
ભગવન્‌! બકુશ, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યાયોની અપેક્ષાએ હીન છે, તુલ્ય છે કે અધિક? તે હીન કે તુલ્ય નથી, પણ અધિક છે. અનંતગુણ અધિક છે - - ભગવન્‌! બકુશ, બકુશના સ્વસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યવથી૦ પ્રશ્ન? ગૌતમ! કદાચ હીન, કદાચ તુલ્ય, કદાચ અધિક. જો હીન હોય તો ષટ્‌સ્થાન પતિત છે.
ભગવન્‌! બકુશ, પ્રતિસેવના કુશીલના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યવોથી શું હીન છે? છ સ્થાનપતિત છે. એ રીતે કષાય-કુશીલ કહેવા.
ભગવન્‌! બકુશ, નિર્ગ્રન્થના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્ર પર્યવોથી પૃચ્છા. ગૌતમ! હીન છે, તુલ્ય કે અધિક નથી. અનંતગુણ હીન છે. એ રીતે સ્નાતક પણ છે. પ્રતિસેવના કુશીલની આ પ્રમાણે બકુશ વક્તવ્યતા કહેવી. કષાયકુશીલની આ રીતે બકુશ વક્તવ્યતા કહેવી. વિશેષ એ કે - પુલાકની સાથે છ સ્થાન પતિત કહેવા.
ભગવન્‌! નિર્ગ્રન્થ, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી ચારિત્રપર્યાય વડે પૃચ્છા. ગૌતમ! હીન કે તુલ્ય નહીં, અધિક છે. અનંતગુણ અધિક છે. એ પ્રમાણે કષાયકુશીલ સુધી કહેવું. - - ભગવન્‌! નિર્ગ્રન્થ, બીજા નિર્ગ્રન્થના સ્વસ્થાન સંનિકર્ષ વડે પૃચ્છા. ગૌતમ! તુલ્ય છે. એ રીતે સ્નાતકને જાણવા.
ભગવન્‌! સ્નાતક, પુલાકના પરસ્થાન સંનિકર્ષથી૦? એ રીતે નિર્ગ્રન્થની માફક સ્નાતકની વક્તવ્યતા કહેવી. યાવત્‌ - ભગવન્‌! સ્નાતક, બીજા સ્નાતકની સ્વસ્થાન સંનિકર્ષથી પૃચ્છા. ગૌતમ! તુલ્ય છે.
ભગવન્‌! આ પુલાક-બકુશ-પ્રતિસેવના અને કષાયકુશીલ, નિર્ગ્રન્થ અને સ્નાતકના જઘન્ય-ઉત્કર્ષ ચારિત્રપર્યવોમાં કોણ, કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! પુલાક અને કષાય કુશીલના જઘન્ય ચારિત્રપર્યાય બંને તુલ્ય છે અને સૌથી થોડા છે. પુલાકના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણા છે. બકુશ અને પ્રતિસેવના કુશીલના આ જઘન્ય ચારિત્ર પર્યાય બંને તુલ્ય અને અનંતગણા છે. બકુશના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનંતગણા છે, પ્રતિસેવના કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્ર પર્યાય અનંતગણા છે. કષાય કુશીલના ઉત્કૃષ્ટ ચારિત્રપર્યાય અનંતગણા, નિર્ગ્રન્થ અને સ્નાતકના અજઘન્યોત્કૃષ્ટ ચારિત્રપર્યવો બંને તુલ્ય અને અનંતગણા છે.
[૯૧૬] ભગવન્‌! પુલાક સયોગી હોય કે અયોગી? ગૌતમ! સયોગી હોય, અયોગી નહીં. જો સયોગી હોય તો મનોયોગી હોય, વચનયોગી કે કાયયોગી હોય? ગૌતમ! ત્રણે યોગ હોય. એ પ્રમાણે નિર્ગ્રન્થ સુધી જાણવું. સ્નાતકની પૃચ્છા. ગૌતમ! સયોગી-અયોગી બંને હોય. જો સયોગી હોય તો શું મનોયોગી હોય૦ આદિ બાકી બધું પુલાકની જેમ જાણવું.
[૯૧૭] ભગવન્‌! પુલાક, સાકારોપયુક્ત હોય કે અનાકાર ઉપયુક્ત? ગૌતમ! તે બંને હોય, એ રીતે સ્નાતક સુધી જાણવું.
[૯૧૮] ભગવન્‌! પુલાક, સકષાયી હોય કે અકષાયી? ગૌતમ! સકષાયી હોય, અકષાયી નહીં. જો સકષાયી હોય તો કેટલા કષાયમાં હોય? ગૌતમ! ચારે કષાયમાં હોય. એ રીતે બકુશ, પ્રતિસેવનાકુશીલ પણ છે.
કષાયકુશીલનો પ્રશ્ન? ગૌતમ! સકષાયી હોય, અકષાયી ન હોય. જો સકષાયી હોય તો ભગવન્‌! તે કેટલા કષાયમાં હોય? ગૌતમ! ચાર-ત્રણ-બે કે એકમાં હોય. ચારમાં હોય તો સંજ્વલન ક્રોધ-માન-માયા-લોભમાં હોય? ત્રણમાં હોય તો સંજ્વલન માન-માયા-લોભમાં હોય, બેમાં હોય તો સંજ્વલન માયા-લોભમાં હોય, એકમાં હોય તો સંજ્વલન લોભમાં હોય. - - નિર્ગ્રન્થનો પ્રશ્ન? ગૌતમ! સકષાયી ન હોય, અકષાયી હોય. જો અકષાયી હોય તો શું ઉપશાંત કષાયી હોય કે ક્ષીણ કષાયી? ગૌતમ! બંને હોય. સ્નાતકને આ પ્રમાણે જ જાણવા. વિશેષ એ કે - ઉપશાંતકષાયી ન હોય, ક્ષીણકષાયી હોય.

Linked texts (1)