Pramāṇa · Search · About · API

Viyahapannatti 1364

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1364

Language
Gujarati

1364

વિવેચન :–૯૧૫ થી ૯૧૮
ચારિત્ર-સર્વવિરતિ રૂપ પરિણામના, પર્યવ-ભેદો. તે ચારિત્રપર્યવો. તે બુદ્ધિકૃત અવિભાગ પલિચ્છેદ અથવા વિષયકૃતા છે. સ્વ - પોતાના સજાતીય સ્થાન-પર્યવોને આશ્રીને સ્વસ્થાન. પુલાકને પુલાક ઈત્યાદિ. તેનો સંનિકર્ષ-સંયોજન. તે સ્વસ્થાન સંનિકર્ષ. હીન - વિશુદ્ધસંયમ સ્થાન સંબંધીત્વથી વિશુદ્ધતર પર્યવ અપેક્ષાએ અવિશુદ્ધતર સંયમ સ્થાન સંબંધીપણાથી અવિશુદ્ધતર પર્યવો હીન છે, તેના યોગથી સાધુ પણ હીન છે.
તુલ્ય - તુલ્યશુદ્ધિક પર્યવ યોગથી તુલ્ય. - - અધિક-વિશુદ્ધતર પર્યવ યોગથી અધિક. અશુદ્ધ સંયમ સ્થાન વર્તીત્વથી કદાચ હીન. એક સંયમ સ્થાનવર્તીત્વથી કદાચ તુલ્ય. વિશુદ્ધતર સંયમ સ્થાનવર્તીતત્વથી કદાચ અધિક અસદ્ભાવ સ્થાપનાથી પુલાકના ઉત્કૃષ્ટ સંયમસ્થાન પર્યવ અગ્ર ૧૦,૦૦૦ છે. તે સર્વ જીવ અનંતક વડે સો પરિમાણતાથી કલ્પિત ભાગથી ભાંગતા ૧૦૦ થાય. ઈત્યાદિ કાલ્પનિક દૃષ્ટાંત જાણવું. - X - X - X - [વૃત્તિકારશ્રીએ અહીં કાલ્પનિક ગણિત દ્વારા અનંતભાગ હીન, અસંખ્યાત ભાગ હીન, સંખ્યાતભાગ હીન, સંખ્યાતગુણહીન, અસંખ્યાત ગુણહીન, અનંતગુણહીન એ છ સ્થાન પતિતને વિસ્તારથી દર્શાવેલ છે. અમે અહીં તે ગણિન નોંધેલ નથી. જિજ્ઞાસુઓ મૂળ વૃત્તિ દ્વારા જાણી શકે છે.]
પરસ્થાન સંનિકર્ષ એટલે વિજાતીય યોગને આશ્રીને. પુલાકને વિજાતીય તે બકુશ આદિ. તેમાં પુલાક, બકુશથી હીન છે, કેમકે તેવા પ્રકારની વિશુદ્ધિનો અભાવ છે - - જે પ્રકારે સ્વસ્થાનમાં પુલાકને બીજા પુલાકની અપેક્ષાથી જેમ બતાવ્યો, તેમ કષાયકુશીલ અપેક્ષાએ પણ કહેવું.
તેમાં પુલાક, કષાયકુશીલથી હીન પણ હોય, અવિશુદ્ધ સંયમ સ્થાન વૃત્તિત્વથી અથવા સમાન સંયમ સ્થાન વૃત્તિપણાથી તુલ્ય છે. અથવા શુદ્ધતર સંયમ સ્થાન વૃત્તિત્વથી અધિક હોય.
જે કારણે પુલાક અને કષાયકુશીલના સર્વજઘન્ય સંયમ સ્થાનો છે, તેથી તે બંને યુગપદ અસંખ્યાત થાય છે કેમકે અધ્યવસાનની તુલ્યતા છે. પછી પુલાકને હીન પરિણામત્વથી વ્યવચ્છેદ કરાય છે. પુલાક વ્યવચ્છિન્ન કરાતા કષાયકુશીલ એકેક જ અસંખ્યાત સંયમસ્થાનોમાં શુભતર પરિણામત્વથી જાય છે. પછી કષાયકુશીલ-પ્રતિસેવના કુશીલ બકુશ યુગપદ્ર અસંખ્યાત સંયમસ્થાન જાય છે. પછી બકુશનો વ્યવચ્છેદ કરાય છે. પ્રતિસેવના કુશીલ અને કષાયકુશીલ અસંખ્યાત સંયમ સ્થાનો જતાં પછી પ્રતિસેવના કુશીલનો વ્યવચ્છેદ કરાય છે. કષાયકુશીલ અસંખ્યાત સંયમ સ્થાન જાય છે. પછી તે પણ વ્યવચ્છેદ કરાય છે. પછી નિર્ગ્રન્થ અને સ્નાતક એક સંયમ સ્થાનને પામે છે.
પુલાક, નિર્ગ્રન્થથી અનંતગુણહીન છે, માટે બકુશવત્‌ કહ્યા.
પુલાકની બાકીના સાથે વિચારણા કરી, હવે બકુશની વિચારણા કરીએ છીએ – બકુશ, પુલાકથી અનંતગુણ અધિક જ વિશુદ્ધ પરિણામત્વથી છે. બકુશો વિચિત્ર પરિણામત્વથી હીન આદિ છે. પ્રતિસેવના અને કષાય કુશીલ બંનેથી પણ હીન આદિ જ છે. નિર્ગ્રન્થ-સ્નાતકો કરતાં પણ હીન જ છે. બકુશની વક્તવ્યતા મુજબ પ્રતિસેવના કુશીલને કહેવા. કષાયકુશીલ પણ બકુશવત્‌ કહેવા. કેવલ પુલાકથી બકુશ અધિક જ કહ્યા છે. સકષાયને હીન આદિ ષટ્‌ સ્થાનપતિત કહેવા. કેમકે તેના પરિણામની પુલાકની અપેક્ષાએ હીન સમ અધિક સ્વભાવત્વથી છે.
હવે પર્યવ અધિકારથી તેના જ જઘન્યાદિ ભેદોનો પુલાક આદિ સંબંધીના અલ્પત્વાદિ પ્રરૂપવા કહે છે – એએસિ ણં૦ આદિ.
યોગદ્વારમાં - શૈલેશીકરણમાં અયોગીપણું જાણવું. ઉપયોગદ્વાર સુગમ હોવાથી કંઈ લખેલ નથી.
કષાયદ્વારમાં - પુલાકના કષાયોના ક્ષયોપશમના અભાવથી સકષાયી હોય તેમ કહ્યું. ઉપશમ શ્રેણી કે ક્ષપક શ્રેણીમાં સંજ્વલન ક્રોધ ઉપશાંત કે ક્ષીણમાં બાકીના ત્રણ કષાય હોય. એ રીતે ‘માન’ ચાલ્યા જતાં બે કષાય, ‘માન’ ચાલી જતાં સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનકમાં માત્ર એક લોભ જ રહે છે - હવે લેશ્યાદ્વારમાં–

Linked texts (1)