Pramāṇa · Search · About · API

Viyahapannatti 1365

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1365

Language
Gujarati

1365

‘ભગવતી’ સૂત્ર-૯૧૯, ૯૨૦ :– [૨૫/–/૬/૯૧૯, ૯૨૦]
[૯૧૯] ભગવન્‌! પુલાક, સલેશ્યી હોય કે અલેશ્યી? ગૌતમ! સલેશ્યી હોય, અલેશ્યી નહીં. જો સલેશ્યી હોય તો હે ભગવન્‌! તે કેટલી લેશ્યામાં હોય છે? ગૌતમ! ત્રણે વિશુદ્ધ લેશ્યામાં હોય છે – તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લ લેશ્યામાં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવના કુશીલ છે.
કષાયકુશીલમાં પ્રશ્ન? ગૌતમ! સલેશ્યી હોય, અલેશ્યી નહીં. જો સલેશ્યી હોય, તો હે ભગવન્‌! તે કેટલી લેશ્યામાં હોય? ગૌતમ! છ એ લેશ્યામાં હોય. તે આ - કૃષ્ણલેશ્યા યાવત્‌ શુક્લલેશ્યામાં.
ભગવન્‌! નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન? ગૌતમ! સલેશ્યી હોય, અલેશ્યી નહીં. જો સલેશ્યી હોય, તો હે ભગવન્‌! તે કેટલી લેશ્યામાં હોય? ગૌતમ! એક જ શુક્લલેશ્યામાં હોય.
સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! સલેશ્યી હોય કે અલેશ્યી હોય. જો સલેશ્યી હોય તો કેટલી લેશ્યામાં હોય? ગૌતમ! એક જ પરમશુક્લ લેશ્યામાં હોય.
[૯૨૦] ભગવન્‌! પુલાક, વર્ધમાન પરિણામી હોય, હ્રીયમાન પરિણામી હોય કે અવસ્થિત પરિણામી હોય? ગૌતમ! વર્ધમાન-હ્રીયમાન-અવસ્થિત ત્રણે પરિણામી હોય. એ પ્રમાણે કષાયકુશીલ સુધી જાણવું.
નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન? ગૌતમ! વર્ધમાન કે અવસ્થિત પરિણામી હોય, હ્રીયમાન પરિણામી નહીં. એ પ્રમાણે સ્નાતક પણ જાણવા.
ભગવન્‌! પુલાક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુ-હૂર્ત્ત. કેટલો કાળ હ્રીયમાન પરિણામી હોય? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી સાત સમય. એ પ્રમાણે કષાય કુશીલ સુધી જાણવું.
ભગવન્‌! નિર્ગ્રન્થ, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત.
ભગવન્‌! સ્નાતક, કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય? ગૌતમ! જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત. કેટલો કાળ અવસ્થિત પરિણામી હોય? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોડી.

Linked texts (1)