Pramāṇa · Search · About · API

Viyahapannatti 1366

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1366

Language
Gujarati

1366

વિવેચન :–૯૧૯, ૯૨૦
ભાવલેશ્યાને અપેક્ષાથી ત્રણે પ્રશસ્ત લેશ્યામાં પુલાકાદિને ત્રણે હોય. કષાયકુશીલને સકષાયને આશ્રીને છ એ લેશ્યા હોય. શુક્લ ધ્યાનના ત્રીજા ભેદ અવસરે જે લેશ્યા, તે પરમશુક્લ, અન્યદા માત્ર શુક્લ જ. તે પણ બીજા જીવની શુક્લલેશ્યા અપેક્ષાએ સ્નાતકને પરમ શુક્લ.
પરિણામ દ્વારમાં - શુદ્ધિથી ઉત્કર્ષમાં જતાં વર્ધમાન, અપકર્ષમાં જતા હ્રીયમાન, સ્થિર એટલે અવસ્થિત. તેમાં નિર્ગ્રન્થ હ્રીયમાન પરિણામી ન હોય. કષાયકુશીલના વ્યપદેશથી પરિણામ હાનિ કહી છે. સ્નાતકને પણ હાનિના કારણના અભાવથી હ્રીયમાન પરિણામ હોતા નથી.
પરિણામાધિકારથી જ આ કહે છે – તેમાં પુલાક વર્ધમાન પરિણામ કાળે કષાય વિશેષથી બાધિત થતાં તેમાં તે એકાદ સમય અનુભવે છે, તેથી કહે છે – જઘન્ય એક સમય. વર્ધમાન પરિણામના સ્વભાવથી ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત્ત કહ્યું. એ પ્રમાણે બકુશ, પ્રતિસેવનાકુશીલ, કષાયકુશીલ માં પણ કહેવું. માત્ર બકુશાદિને જઘન્યથી એક સમયતા મરણથી પણ ઈષ્ટ છે. પુલાકને તેમ નથી, કેમકે પુલાકત્વમાં મરણનો અભાવ છે, પુલાક મરણ કાળે કષાય કુશીલત્વાદિમાં પરિણમે છે. - X - X -
નિર્ગ્રન્થ જઘન્યોત્કર્ષથી અંતર્મુહૂર્ત્ત વર્ધમાન પરિણામ હોય. કેવલજ્ઞાન ઉત્પત્તિમાં બીજા પરિણામના ભાવથી કહ્યું. અવસ્થિત પરિણામ નિર્ગ્રન્થને જઘન્યથી એક સમયના મરણથી કહેલ છે.
સ્નાતક જઘન્યોત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત વર્દ્ધમાન પરિણામ છે. કેમકે શૈલેશી અવસ્થામાં તેમને તે પ્રમાણ હોવાથી કહ્યું. અવસ્થિત પરિણામ કાળ પણ જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે, કઈ રીતે? જે કેવળજ્ઞાન ઉત્પત્તિ પછી અંતર્મુહૂર્ત્ત અવસ્થિત પરિણામી રહીને શૈલેશીતા સ્વીકારે તે અપેક્ષાએ. એ રીતે ઉત્કૃષ્ટ પૂર્વ કોટીના વિષયમાં પણ જાણવું.

Linked texts (1)