Pramāṇa · Search · About · API

Viyahapannatti 1367

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1367

Language
Gujarati

1367

‘ભગવતી’ સૂત્ર-૯૨૧ થી ૯૨૩ :– [૨૫/–/૬/૯૨૧ થી ૯૨૩]
[૯૨૧] ભગવન્‌! પુલાક, કેટલી કર્મપ્રકૃત્તિ બાંધે? ગૌતમ! આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. - - બકુશની પૃચ્છા. ગૌતમ! સાત કે આઠ ભેદે બાંધે. સાત બાંધે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે, આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ કર્મ પ્રકૃતિ બાંધે. એ રીતે પ્રતિસેવનાકુશીલ છે.
કષાયકુશીલનો પ્રશ્ન? ગૌતમ! સાત બાંધે, આઠ બાંધે કે છ ભેદે બાંધે. સાત બાંધતા આયુને વર્જીને સાત કર્મપ્રકૃતિ બાંધે. આઠ બાંધે તો પ્રતિપૂર્ણ આઠ બાંધે, છ બાંધે તો આયુ, મોહનીય સિવાયની છ બાંધે. - - નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન? ગૌતમ! એક વેદનીય કર્મ બાંધે.
સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! એક ભેદે બાંધે કે ન બાંધે. જો એક બાંધે તો એક વેદનીય કર્મ બાંધે.
[૯૨૨] ભગવન્‌! પુલાક કેટલી કર્મપ્રકૃતિ વેદે? ગૌતમ! નિયમા આઠ કર્મપ્રકૃતિઓ વેદે. એ રીતે કષાયકુશીલ સુધી જાણવું. - - નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન? ગૌતમ! મોહનીય વર્જીને સાત કર્મ પ્રકૃતિઓ વેદે છે.
સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! વેદનીય-આયુ-નામ-ગોત્રને વેદે છે.
[૯૨૩] ભગવન્‌! પુલાક કેટલી કર્મપ્રકૃત્તિની ઉદીરણા કરે છે? ગૌતમ! આયુ, વેદનીય વર્જીને છ કર્મપ્રકૃત્તિ ઉદીરે છે. - - બકુશ વિશે પ્રશ્ન? ગૌતમ! સાત ભેદે કે આઠ ભેદે કે છ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃત્તિ ઉદીરે છે, આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠે કર્મપ્રકૃતિઓ ઉદીરે છે, છ ને ઉદીરે તો આયુ-વેદનીયને વર્જીને છ કર્મપ્રકૃત્તિને ઉદીરે છે. પ્રતિસેવના કુશીલ એ પ્રમાણે જ છે.
કષાયકુશીલ વિશે પ્રશ્ન? ગૌતમ! સાત-આઠ-છ કે પાંચ ભેદે ઉદીરે છે. જો સાતને ઉદીરે તો આયુને વર્જીને સાત કર્મપ્રકૃત્તિને ઉદીરે છે. આઠને ઉદીરે તો પ્રતિપૂર્ણ આઠ કર્મપ્રકૃત્તિને ઉદીરે છે. છ ને ઉદીરે તો આયુ અને વેદનીય વર્જીને છ કર્મપ્રકૃત્તિને ઉદીરે છે. જો પાંચને ઉદીરે તો આયુ-વેદનીય-મોહનીયને વર્જીને પાંચ કર્મપ્રકૃત્તિને ઉદીરે છે.
નિર્ગ્રન્થ વિશે પ્રશ્ન? ગૌતમ! પાંચ ભેદે ઉદીરે અથવા બે ભેદે ઉદીરે છે. પાંચને ઉદીરે તો આયુ-વેદનીય-મોહનીયને વર્જીને પાંચ કર્મ પ્રકૃતિને ઉદીરે છે. બે ને ઉદીરે તો નામ અને ગોત્રને ઉદીરે છે.
સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! બે ભેદે ઉદીરે કે ન ઉદીરે. જો બેની ઉદીરણા કરે તો નામ અને ગોત્રની ઉદીરણા કરે છે.

Linked texts (1)