Viyahapannatti 1368
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1368
- Language
- Gujarati
1368
વિવેચન :–૯૨૧ થી ૯૨૩
પુલાકને આયુબંધ નથી, કેમકે તેના બંધના અધ્યવસાય સ્થાનોનો તેને અભાવ છે. ત્રણ ભાગ આદિ શેષ આયુ હોય ત્યારે જીવો આયુને બાંધે છે. તેથી આયુષ્યના પહેલા બે ભાગમાં આયુનો બંધ ન થાય. તેથી બકુશ આદિ સાત કે આઠ કર્મો બાંધે છે. કષાયકુશીલ સૂક્ષ્મ સંપરાયત્વમાં આયુ ન બાંધે. કેમકે અપ્રમત્ત સ્થાનકના અંત સુધી જ આયુનો બંધ છે. મોહનીય અને બાદર કષાયના ઉદયના અભાવથી બંધ થતો નથી. તેથી છ જ બાંધે. નિર્ગ્રન્થો વેદનીય જ બાંધે છે, યોગનિમિત્તે તેના બંધનો સદ્ભાવ હોય છે અયોગી એકપણ ન બાંધે.
વેદનાદ્વારમાં - નિર્ગ્રન્થોને મોહનીય ઉપશાંત કે ક્ષીણ હોવાથી તેને વેદતા નથી. સ્નાતકને ઘાતિકર્મ ક્ષય થવાથી તે વેદનીયને જ વેદે છે.
ઉદીરણા દ્વારમાં - પુલાક આયુ, વેદનીય પ્રકૃતિને તથાવિધ અધ્યવસાય સ્થાનના અભાવે તેની ઉદીરણા ન થાય. પણ પહેલાં તે આ બંને કર્મોની ઉદીરણા કરીને પછી પુલાકત્વને પામે છે. એ રીતે આગળ પણ જે જે પ્રકૃત્તિ ઉદીરતા નથી, તે તેને પૂર્વે ઉદીરીને બકુશાદિતાને પામે છે. સ્નાતક અવસ્થામાં નામ-ગોત્રનો જ ઉદીરક છે. આયુ, વેદનીય પૂર્વે ઉદીરેલા જ છે. અયોગી અવસ્થામાં તો અનુદીરક જ છે.
ઉપસંપજહન્ન દ્વાર-તેમાં ઉપસંપત્ એટલે પ્રાપ્તિ, હાન એટલે ત્યાગ. - શું પુલાકત્વાદિ તજીને કષાયાદિકત્વને પામે? તે કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit