Viyahapannatti 1369
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1369
- Language
- Gujarati
1369
‘ભગવતી’ સૂત્ર-૯૨૪ થી ૯૨૬ :– [૨૫/–/૬/૯૨૪ થી ૯૨૬]
[૯૨૪] ભગવન્! પુલાક, પુલાકત્વને છોડતા શું છોડે છે? અને શું પામે છે? ગૌતમ! પુલાકત્વને છોડે છે, કષાયકુશીલ કે અસંયમ પામે છે.
ભગવન્! બકુશ, બકુશત્વને છોડતો શું છોડે? શું પામે? ગૌતમ! બકુશત્વને છોડે છે, પ્રતિસેવના કે કષાયકુશીલને, અસંયમ કે સંયમાસંયમને પામે. - - ભગવન્! પ્રતિસેવના કુશીલ૦? પ્રતિસેવના કુશીલત્વને છોડે છે, બકુશ-કષાયકુશીલ-અસંયમ કે સંયમાસંયમને પામે.
કષાયકુશીલનો પ્રશ્ન? ગૌતમ! કષાયકુશીલત્વને છોડે છે, પુલાક, બકુશ, પ્રતિસેવનાકુશીલ, નિર્ગ્રન્થ, અસંયમ, સંયમાસંયમને પામે.
નિર્ગ્રન્થનો પ્રશ્ન? ગૌતમ! નિર્ગ્રન્થત્વને છોડે, કષાયકુશીલ, સ્નાતક કે અસંયમને પામે. - - સ્નાતક? સ્નાતકત્વ છોડી સિદ્ધિગતિ પામે.
[૯૨૫] ભગવન્! પુલાક, શું સંજ્ઞોપયુક્ત છે કે નોસંજ્ઞોપયુક્ત? ગૌતમ! સંજ્ઞોપયુક્ત ન હોય, નોસંજ્ઞોપયુક્ત હોય. - - બકુશ વિશે પૃચ્છા. ગૌતમ! તે બંને હોય. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. - - નિર્ગ્રન્થ અને સ્નાતક બંનેને પુલાકવત્ જાણવા.
[૯૨૬] ભગવન્! પુલાક, આહારક હોય કે અનાહારક? ગૌતમ! આહારક હોય, અનાહારક ન હોય. એ રીતે નિર્ગ્રન્થ સુધી જાણવું. - - સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! આહારક હોય કે અનાહારક હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit