Viyahapannatti 1370
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1370
- Language
- Gujarati
1370
વિવેચન :–૯૨૪ થી ૯૨૬
પુલાક, પુલાકત્વને છોડીને સંયત કષાયકુશીલ જ થાય, કેમકે તેના સમાન સંયમસ્થાનનો સદ્ભાવ છે. એ રીતે જેને જે સદૃશ સંયમ સ્થાનો હોય તે તદ્ભાવને પામે છે, માત્ર કષાયકુશીલાદિને ન પામે. કષાયકુશીલ વિદ્યમાન સ્વ સદૃશ સંયમ સ્થાન કોને પુલાકાદિ ભાવે પામે અને અવિદ્યમાન સમાન સંયમસ્થાનરૂપ નિર્ગ્રન્થ ભાવને પામે. નિર્ગ્રન્થ કષાયિત્વ કે સ્નાતકત્વને પામે અને સ્નાતક સિદ્ધિગતિને પામે.
નિર્ગ્રન્થસૂત્રમાં કષાયકુશીલત્વાદિ જાણવું. તેમાં ઉપશમનિર્ગ્રન્થ શ્રેણીથી ચ્યવીને સકષાયી થાય. શ્રેણીની ટોચે તે મરીને દેવપણે ઉત્પન્ન થઈ અસંયત થાય છે, સંયતાસંયત થતો નથી, કેમકે દેવત્વમાં તેનો અભાવ છે. જો કે શ્રેણીથી પતિત એવો આ સંયતાસંયત પણ થાય, તો પણ તેને અહીં કહેલ નથી. કેમકે શ્રેણીથી પડીને સીધું સંયતાસંયતપણું ન પામે.
સંજ્ઞાદ્વાર - આહાર આદિ સંજ્ઞા, તેનાથી ઉપયુક્ત, કંઈક આહાર આદિની આસક્તિ તે સંજ્ઞોપયુક્ત, નોસંજ્ઞોપયુક્તને આહારાદિ ઉપભોગ છતાં તેની આસક્તિ નથી. તેમાં પુલાક, નિર્ગ્રન્થ, સ્નાતક ત્રણે નોસંજ્ઞોપયુક્ત છે, તેમને આહારાદિની આસક્તિ નથી. - [શંકા] નિર્ગ્રન્થ અને સ્નાતક તો વીતરાગ હોવાથી આસક્તિ ન હોય, પણ પુલાક તો સરાગ છે, તે અનાસક્ત કઈ રીતે? [સમાધાન] એવું નથી. સરાગ હોય તો પણ અનાસક્તિ ન જ હોય તેમ નથી. બકુશાદિને સરાગત્વ છતાં અનાસક્ત બતાવાયેલ છે.
ચૂર્ણિકાર કહે છે – નોસંજ્ઞા એટલે જ્ઞાનસંજ્ઞા. તેમાં પુલાક, નિર્ગ્રન્થ, સ્નાતક નોસંજ્ઞોપયુક્ત છે. જ્ઞાનપ્રધાન ઉપયોગવંત, આહારાદિ સંજ્ઞોપયુક્ત નહીં. બકુશાદિ બંને પ્રકારે હોય, તેમને તથાવિધ સંયમ સ્થાનનો સદ્ભાવ હોય છે. - - - - આહારક દ્વારમાં - પુલાકથી નિર્ગ્રન્થ સુધીનાને વિગ્રહગતિ આદિમાં અનાહારકત્વ કારણોના અભાવે આહારકત્વ જ હોય. સ્નાતકને કેવલી સમુદ્ઘાતમાં ત્રીજા, ચોથા, પાંચમાં સમયમાં, અયોગી અવસ્થામાં અનાહારકત્વ છે. તે સિવાય આહારક છે. - - હવે ભવદ્વારમાં કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit