Pramāṇa · Search · About · API

Viyahapannatti 1371

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1371

Language
Gujarati

1371

‘ભગવતી’ સૂત્ર-૯૨૭, ૯૨૮ :– [૨૫/–/૬/૯૨૭, ૯૨૮]
[૯૨૭] ભગવન્‌! પુલાક, કેટલા ભવ ગ્રહણ કરે? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ.
બકુશનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી આઠ. એ રીતે પ્રતિસેવના અને કષાયકુશીલ પણ જાણવા. નિર્ગ્રન્થને પુલાકવત્‌ જાણવા.
સ્નાતક વિશે પ્રશ્ન? ગૌતમ! એક [ભવ કરે.]
[૯૨૮] ભગવન્‌! પુલાકના એક ભવસંબંધી આકર્ષ કેટલા છે? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી ત્રણ.
બકુશનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી સાત. એ પ્રમાણે પ્રતિસેવના અને કષાયકુશીલ જાણવા
નિર્ગ્રન્થનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક, ઉત્કૃષ્ટથી બે.
સ્નાતકનો પ્રશ્ન? ગૌતમ! એક [ભવાકર્ષ હોય.]
ભગવન્‌! પુલાકને વિવિધ ભવ ગ્રહણ સંબંધી કેટલા આકર્ષ હોય? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી સાત. - - બકુશ વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી હજારો. એ રીતે કષાયકુશીલ સુધી જાણવું. નિર્ગ્રન્થનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી બે, ઉત્કૃષ્ટથી પાંચ. સ્નાતક૦? એકે નહીં.

Linked texts (1)