Viyahapannatti 1385
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1385
- Language
- Gujarati
1385
વિવેચન :–૯૪૪ થી ૯૪૭
એ પ્રમાણે છેદોપસ્થાપનીય પણ છે, એમ કહીને બકુશ સમાન કાળથી છેદોપસ્થાપનીય સંયત કહ્યા. તેમાં બકુશનો ઉત્સર્પિણી અવસર્પિણી વ્યતિરિક્ત કાળે જન્મ અને સદ્ભાવથી સુષમસુષમાદિ ત્રણ આરામાં નિષેધ જણાવ્યો. દુષમાસુષમા આરામાં વિધિ બતાવી. છેદોપસ્થાપનીયનો તો તેમાં પણ નિષેધ કહ્યો. - - - હવે સંયતસ્થાન દ્વારમાં –
અંતર્મુહૂર્ત્તમાં થાય, તે આંતર્મુહૂર્ત્તિકે તેનો કાળ અંતર્મુહૂર્ત્ત પ્રમાણ જ છે. તેનો પ્રતિસમય ચરણ વિશુદ્ધિ વિશેષ ભાવથી તે અસંખ્યાત થાય. યથાખ્યાતમાં એક જ. તે કાળમાં ચારિત્ર વિશુદ્ધિનું નિર્વિશેષત્વ છે.
સંયમ સ્થાનના અલ્પબહુત્વની વિચારણામાં અસદ્ભાવ સ્થાપના વડે બધાં સંયમસ્થાનો-૨૧ હોય, તેમાં એક ઉપરનું યથાખ્યાત, તેની નીચે ચાર સૂક્ષ્મ સંપરાયના૦ [ઈત્યાદિ કાલ્પનિક ગણિત વૃત્તિકારશ્રી જણાવે છે, જે સ્વયં જાણી-જોઈ લેવું. અમે અહીં નોંધેલ નથી.]
સંનિકર્ષદ્વાર - અસંખ્યાત સંયમ સ્થાનો છે, તેમાં જો એક હીન હોય તો તે એક હીન, બીજા અધિક છે. જો સમાન સંયમ સ્થાન વર્તતા હોય તો તુલ્ય. હીનાધિકત્વમાં છ સ્થાનપતિતત્વ થાય છે.
ઉપયોગદ્વારમાં - સામાયિક સંયતાદિને, પુલાકવત્ બે ઉપયોગ હોય છે. સૂક્ષ્મ સંપરાય તથા સ્વભાવથી સાકારોપયુક્ત કહ્યા.
લેશ્યાદ્વારમાં - યથાખ્યાત સંયત, સ્નાતક સમાન અર્થાત્ સલેશ્યી કે અલેશ્યી હોય. સલેશ્યી હોય તો પરમશુક્લ લેશ્યી હોય. યથાખ્યાત સંયતને નિર્ગ્રન્થત્વ અપેક્ષાએ નિર્વિશેષણ છતાં શુક્લ લેશ્યા હોય - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit