Pramāṇa · Search · About · API

Viyahapannatti 1386

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1386

Language
Gujarati

1386

‘ભગવતી’ સૂત્ર-૯૪૮ :– [૨૫/–/૭/૯૪૮]
ભગવન્‌! સામાયિક સંયત, શું વર્ધમાન પરિણામી હોય કે હ્રીયમાન પરિણામી કે અવસ્થિત પરિણામી હોય? ગૌતમ! વર્ધમાન પરિણામ, પુલાકવત્‌ જાણવા. એ રીતે પરિહારવિશુદ્ધિ પર્યન્ત જાણવું.
સૂક્ષ્મ સંપરાયનો પ્રશ્ન? ગૌતમ! વર્ધમાન કે હ્રીયમાન પરિણામી હોય, અવસ્થિત પરિણામી ન હોય. યથાખ્યાત સંયત, નિર્ગ્રન્થ માફક કહેવા.
ભગવન્‌! સામાયિક સંયત કેટલો કાળ વર્ધમાન પરિણામી હોય? ગૌતમ! જઘન્ય એક સમય૦ પુલાકવત્‌ છે. એ રીતે યાવત્‌ પરિહારવિશુદ્ધિક પણ જાણવા. - - ભગવન્‌! સૂક્ષ્મ સંપરાય સંયતનો પ્રશ્ન? ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત્ત વર્ધમાન પરિણામી. એ રીતે હ્રીયમાન પરિણામી જાણવા. - - ભગવન્‌! યથાખ્યાત સંયત વિશે પ્રશ્ન? ગૌતમ! જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અંતર્મુહૂર્ત્ત, વર્ધમાન પરિણામ છે. અવસ્થિત પરિણામ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડી.

Linked texts (1)