Viyahapannatti 1395
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1395
- Language
- Gujarati
1395
વિવેચન :–૯૫૪ થી ૯૫૯
દપ્પપ્પ૦ - દર્પ-અભિમાનપૂર્વક પ્રતિસેવા. [પ્રતિસેવના એટલે પાપ કે દોષ સેવનથી થતી ચારિત્ર વિરાધના.] પ્રમાદ-મદ્ય,વિકથાદિ. તથા અનાભોગ-અજ્ઞાન.આતુરત્વ-ભૂખ,તરસ આદિથી બાધિત. આપત્તિને લીધે થતી પ્રતિસેવના, આપત્તિ-દ્રવ્યાદિભેદથી ચાર પ્રકારે છે - દ્રવ્યાપતિ એટલે પ્રાસુકીદ દ્રવ્યનો અલાભ, ક્ષેત્રાપત્તિ-અટવી માર્ગમાં પહોંચી જવું, કાળાપત્તિ - દુર્ભિક્ષ કાળની પ્રાપ્તિ. ભાવાપત્તિ-ગ્લાનત્વ. [એ પાંચ]
[છઠ્ઠી પ્રતિસેવના-] સંકીર્ણ-સ્વપક્ષ, પરપક્ષથી વ્યાકુળ-સાંકડુ ક્ષેત્ર, ક્યાંક સંકિય પાઠ છે અર્થાત્ આધાકર્માદિત્વથી શંકિત ભોજનાદિ વિષયમાં, નિશિથ સૂત્રમાં તિંતિણ પાઠ છે, તિંતિણત્વ અર્થાત્ આહારાદિના અલાભમાં સખેદ વચન. (૭) સહસાત્કાર-આકસ્મિક ક્રિયામાં. તેથી કહ્યું છે – પૂર્વે જોયા વિના પગ પ્રસારે, પછી જુએ, પણ પગને સંકોચવા સમર્થ ન હોય તે સહસાકરણ છે. (૮) ભય-સિંહાદિના ભયથી પ્રતિસેવા થાય. (૯) પ્રદ્વેષ-ક્રોધાદિથી થાય. (૧૦) વીમંસ-વિમર્શથી એટલે શિષ્યાદિ પરીક્ષણાર્થે કરેલ. આ દશ પ્રતિસેવા છે.
આલોચનાના દોષ – (૧) આકંપ્ય-પ્રસન્ન થયેલ આચાર્ય મને થોડું પ્રાયશ્ચિત્ત આપશે, એ બુદ્ધિથી આલોચનાચાર્યની વૈયાવચ્ચ કરણાદિથી આવર્જીને જે આલોચના તે. (૨) અનુમાન્ય-અનુમાન કરીને લઘુતર અપરાધ નિવેદનથી મૃદુ દંડ મળશે, તેમ માની અપરાધને નાનો કરીને બતાવે.
(૩) દૃષ્ટ-આચાર્ય જ્યારે અપરાધને જોઈ જાય, ત્યારે જ આલોચે. (૪) બાદર-મોટા અતિચાર થાય તો જ આલોચે, નાના દોષની અવજ્ઞા કરી ન આલોચે. (૫) સૂક્ષ્મ-નાના અતિચારને આલોચે, જેથી કોઈ કહેશે કે જે નાના દોષ આલોચે, તે મોટા કેમ ન આલોચે? એવો વિશ્વાસ ઉત્પન્ન કરાવવા નાના અપરાધને આલોચે. (૬) છન્ન-અતિ લજ્જાળુતાથી અવ્યક્ત વચન વડે આલોચે, જેથી જાણે પોતે જ સાંભળે. (૭) શબ્દાકુલ-અગીતાર્થ પણ સાંભળે એવા મોટા શબ્દોથી આલોચના કરે. (૮) બહુજન-એક જ દોષની આલોચના અનેક સાધુની પાસે કરે અર્થાત્ એક અપરાધને ઘણાં પાસે કહે.
(૯) અવ્યક્ત-અગીતાર્થની આચાર્ય પાસે આલોચના કરે. (૧૦) તત્સેવી - જે અપરાધની આલોચના કરવી હોય, તે તે જ દોષના સેવન કરનારા ગુરુ પાસે જઈને આલોચે તે, તેની પાસે જ આલોચન તે પણ તત્સેવી. જેથી સમાન આચરણવાળા ગુરુ પાસે સુખપૂર્વક તે અપરાધને કહી શકે.
આલોચકના ગુણો – (૧) જાતિ સંપન્ન - પ્રાયઃ અકૃત્ય ન જ કરે, થાય તો તેને સમ્યક્ આલોચે. (૨) કુલસંપન્ન - અંગીકૃત્ પ્રાયશ્ચિત્તને સમ્યક્ વહન કરે. (૩) વિનયસંપન્ન-વંદનાદિક આલોચના સમાચારીનો પ્રયોક્તા થાય. (૪) જ્ઞાનસંપન્ન-કૃત્ય, અકૃત્ય વિભાગને જાણે. (૫) દર્શન સંપન્ન - પ્રાયશ્ચિત્તથી જ શુદ્ધિ થાય તેવી શ્રદ્ધા કરે. (૬) ચારિત્રસંપન્ન-પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે.
(૭) ક્ષાંત-ગુરુ દ્વારા ઉપાલંભ અપારય તો પણ કોપ ન કરે. (૮) દાંત-ઈન્દ્રિયાને દમીને શુદ્ધિનું સમ્યક્ વહન કરે. (૯) અમાયી - પાપને ગોપવ્યા વિના અપરાધ આલોચે. (૧૦) અપશ્ચાત્તાપી. અપરાધ આલોચના કર્યા પછી પશ્ચાત્તાપ ન કરતો નિર્જરા ભાગી બને.
આલોચના દાતાના ગુણો – (૧) આચારવાન્-જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારથી યુક્ત, (૨) આધારવાન્-આલોચિત અપરાધને અવધારનાર. (૩) વ્યવહારવાન્-આગમ, શ્રુત આદિ પાંચ પ્રકારમાં કોઈ વ્યવહારથી યુક્ત, (૪) અપવ્રીડક-લજ્જા વડે અતીચારોને ગોપવનારને વિવિધ વચનોથી લજ્જારહિત કરી સમ્યક્ આલોચના કરાવે. (૫) પ્રકુર્વક-આલોચિત અપરાધમાં પ્રાયશ્ચિત્ત દાનથી વિશુદ્ધિ કરાવવામાં સમર્થ. (૬) અપરિશ્રાવી-આલોચકે આલોચિત દોષોને જે બીજાને ન કહે. (૭) નિર્યાપક-પ્રાયશ્ચિત્ત કરવામાં અસમર્થને થોડું-થોડું કરીને પ્રાયશ્ચિત્ત કરાવે. (૮) અપાયદર્શી-આલોચના ન કરવાથી પરલોકમાં થતાં દોષને સારી રીતે બતાવનાર. આલોચના આર્ય કહ્યા, તે સામાચારીના પ્રવર્તક હોય તેથી તે કહે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit