Pramāṇa · Search · About · API

Viyahapannatti 1407

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1407

Language
Gujarati

1407

‘ભગવતી’ સૂત્ર-૯૭૬, ૯૭૭ :– [૨૬/–/૧/૯૭૬, ૯૭૭]
[૯૭૬] તે કાળે, તે સમયે રાજગૃહમાં યાવત્‌ આમ પૂછ્યું – ભગવન્‌! જીવે, (૧) પાપકર્મ બાંધ્યું, બાંધે છે, બાંધશે? (૨) બાંધ્યું, બાંધે છે, બાંધશે નહીં? (૩) બાંધ્યું, બાંધતો નથી, બાંધશે. (૪) બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. ગૌતમ! (૧) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. (૨) કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. (૩) કેટલાંકે બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે. (૪) કેટલાંકે બાંધ્યુ છે, બાંધતો નથી, બાંધશે નહીં.
ભગવન્‌! સલેશ્યી જીવે (૧) પાપકર્મ બાંધ્યું છે, બાંધે છે, બાંધશે? (૨) બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં?૦ પ્રશ્નો. ગૌતમ! કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે૦ એ પ્રમાણે ચારે ભંગ કહેવા.
ભગવન્‌! કૃષ્ણલેશ્યી જીવે પાપકર્મ બાંધ્યું૦ પ્રશ્ન? ગૌતમ! કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે. કેટલાંકે બાંધ્યું છે, બાંધે છે, બાંધશે નહીં. એ પ્રમાણે યાવત્‌ પદ્મલેશ્યા. બધામાં પહેલો, બીજો ભંગ કહેવો. શુક્લ લેશ્યીને સલેશ્યની જેમ ચારે ભંગ કહેવા.
અલેશ્યી જીવે પાપકર્મ બાંધ્યું છે૦ પ્રશ્ન? ગૌતમ! બાંધ્યું છે, બાંધતો નથી, બાંધશે નહીં. ભગવન્‌! કૃષ્ણ પાક્ષિક જીવે પાપકર્મ બાંધ્યું૦ પ્રશ્ન? ગૌતમ! કેટલાંકે બાંધ્યું છે, પહેલો-બીજો ભંગ કહેવો.
ભગવન્‌! શુક્લ-પાક્ષિક જીવે૦ પ્રશ્ન? ગૌતમ! ચારે ભંગ કહેવા.
[૯૭૭] સમદૃષ્ટિને ચાર ભંગો.. મિથ્યાદૃષ્ટિને પહેલો-બીજો ભંગ.. સમ્યગ્‌ મિથ્યાદૃષ્ટિને એ પ્રમાણે જ જાણવું.
જ્ઞાનીને ચાર ભંગો છે..
આભિનિબોધિક જ્ઞાની યાવત્‌ મનઃપર્યવજ્ઞાનીને ચાર ભંગો છે..
કેવળજ્ઞાનીને છેલ્લો ભંગ, જેમ અલેશ્યી.
અજ્ઞાનીને પહેલો-બીજો, એ રીતે મતિઅજ્ઞાની આદિ ત્રણે જાણવા.
આહાર સંજ્ઞોપયુક્ત યાવત્‌ પરિગ્રહ સંજ્ઞોપયુક્તને પહેલો-બીજો ભંગ, નોસંજ્ઞોપયુક્તને ચારે ભંગો જાણવા.
સવેદકને પહેલો-બીજો ભંગ, સ્ત્રીવેદક, પુરુષવેદક, નપુંસકવેદકને પણ તેમજ છે. અવેદકને ચારે ભંગો જાણવા.
સકષાયીને ચારે ભંગ, ક્રોધ યાવત્‌ માયા કષાયીને પહેલો-બીજો ભંગ. લોભકષાયીને ચારે ભંગ. - - ભગવન્‌! અકષાયી જીવે પાપકર્મ બાંધ્યું૦ પ્રશ્ન? ગૌતમ! અકષાયીને ત્રીજો, ચોથો ભંગ જાણવો.
સયોગીને ચારે ભંગો છે. એ રીતે મન-વચન-કાય યોગીને પણ જાણવા. અયોગીને છેલ્લો ભંગ જાણવો.
સાકાર અને અનાકાર ઉપયોગીને ચારે ભંગો જાણવા.

Linked texts (1)