Pramāṇa · Search · About · API

Viyahapannatti 144

Viyāhapannatti: ṭīkānusārī vivecana 144

Language
Gujarati

144

‘ભગવતી’ સૂત્ર-૯૫ :– [૧/૯/૯૫]
ભગવન્‌! શું સાતમો અવકાશાંતર ભારે છે, હલકો છે, ભારે-હલકો છે કે અગુરુલઘુ છે? ગૌતમ! તે ભારે-હલકો કે ભારેહલકો નથી, પણ અગુરુલઘુ છે.
ભગવન્‌! સાતમો તનુવાત શું ભારે છે, હલકો છે, ભારેહલકો છે કે અગુરુલઘુ છે? ગૌતમ! ભારે, હલકો કે અગુરુલઘુ નથી, પણ ભારે હલકો છે... એ પ્રમાણે સાતમો ઘનવાત, સાતમો ઘનોદધિ, સાતમી પૃથ્વી, વિશે જાણવું. સાતમાં અવકાશાંતરમાં કહ્યું તેમ બધાં અવકાશાંતરો વિશે સમજવું. તનુવાતના વિષયમાં જેમ કહ્યું, તેમજ બધાં ઘનવાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સમુદ્ર અને ક્ષેત્રોના વિષયમાં પણ જાણવું.
ભગવન્‌! નૈરયિકો શું ગુરુ છે યાવત્‌ અગુરુલઘુ છે? ગૌતમ! ગુરુ કે લઘુ નથી, પણ ગુરુલઘુ અને અગુરુલઘુ છે એમ કેમ કહ્યું? ગૌતમ! વૈક્રિય અને તૈજસ શરીર અપેક્ષાએ ગુરુ કે લઘુ નથી અને અગુરુલઘુ નથી, પણ ગુરુલઘુ છે. જીવ અને કર્મની અપેક્ષાએ ગુરુ, લઘુ કે ગુરુલઘુ નથી, પણ અગુરુલઘુ છે. તેથી એમ કહ્યું છે.
આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું. વિશેષ એ - શરીરનો ભેદ જાણવો. તથા ધર્માસ્તિકાય યાવત્‌ જીવાસ્તિકાય અગુરુલઘુ જાણવા.
ભગવન્‌! શું પુદ્ગલાસ્તિકાય ગુરુ છે, લઘુ છે, ગુરુલઘુ છે કે અગુરુલઘુ છે? ગૌતમ! ગુરુ કે લઘુ નથી. પણ ગુરુ લઘુ અને અગુરુ લઘુ છે. તેનું શું કારણ? ગૌતમ! ગુરુલઘુ દ્રવ્યોને આશ્રીને ગુરુ કે લઘુ નથી, ગુરુલઘુ છે, અગુરુ લઘુ નથી. અગુરુલઘુ દ્રવ્યોને આશ્રીને લઘુ, ગુરુ કે લઘુગુરુ નથી પણ અગુરુલઘુ છે.
સમય, કર્મો અગુરુલઘુ છે.
ભગવન્‌! કૃષ્ણલેશ્યા શું ગુરુ છે યાવત્‌ અગુરુલઘુ છે? ગૌતમ! ગુરુ કે લઘુ નથી પણ ગુરુલઘુ કે અગુરુલઘુ છે એમ કેમ કહ્યું? ગૌતમ! દ્રવ્યલેશ્યાની અપેક્ષાએ ગુરુલઘુ, ભાવલેશ્યાથી અગુરુલઘુ. એ રીતે શુક્લલેશ્યા સુધી જાણવું. - - તથા દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, અજ્ઞાન અને સંજ્ઞાને અગુરુલઘુ જાણવા.
નીચેના ચાર શરીર ગુરુલઘુ જાણવા. કાર્મણ શરીરને અગુરુલઘુ જાણવું... મનયોગ, વચનયોગ અગુરુલઘુ છે, કાયયોગ ગુરુલઘુ છે. સાકાર અને અનાકાર ઉપયગ અગુરુલઘુ છે. સર્વ પ્રદેશો, સર્વ દ્રવ્યો, સર્વ પર્યાયો પુદ્ગલાસ્તિકાય માફક જાણવા. અતીત, અનાગત, સર્વકાળ અગુરુલઘુ જાણવો.

Linked texts (1)