Viyahapannatti 146
Viyāhapannatti: ṭīkānusārī vivecana 146
- Language
- Gujarati
146
‘ભગવતી’ સૂત્ર-૯૬ :– [૧/૯/૯૬]
ભગવન્ ! લાઘવ, અલ્પેચ્છા, અમૂર્ચ્છા, અગૃદ્ધિ, અપ્રતિબદ્ધતા, એ બધું શ્રમણ નિર્ગ્રન્થો માટે પ્રશસ્ત છે? હા, ગૌતમ! છે..
ભગવન્! અક્રોધત્વ, અમાનત્વ, અમાયાત્વ, અલોભત્વ શ્રમણનિર્ગ્રન્થો માટે પ્રશસ્ત છે? હા, ગૌતમ! છે
ભગવન્! કાંક્ષાપ્રદોષ ક્ષીણ થતાં શ્રમણ નિર્ગ્રન્થ અંતઃકર અને અંતિમ શરીરી થાય? અથવા પૂર્વમાં બહુ-મોહી થઈ વિહાર કરે પછી સંવૃત્ત થઈ કાળ કરે, તો પછી સિદ્ધ થાય યાવત્ સર્વ દુઃખનો અંત કરે? હા, ગૌતમ! કરે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit