Viyahapannatti 1471
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1471
- Language
- Gujarati
1471
‘ભગવતી’ સૂત્ર-૧૦૩૪ :– [૩૪/૧/–/૧/૧૦૩૪]
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક અધોલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉપજવા યોગ્ય હોય તો હે ભગવન્! તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! ત્રણ કે ચાર સમયના. - - એમ કેમ કહ્યું - X -? ગૌતમ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ અધોલોકનાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને ઉર્ધ્વલોક નાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી૦ એક પ્રતર અનુશ્રેણી વડે ઉપજવા યોગ્ય હોય. તે ત્રણ સમય વિગ્રહથી ઉપજે. જે વિશ્રેણિએ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહથી ઉપજે, તેથી એ કહ્યું.
એ પ્રમાણે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ પણ જાણવું. એ રીતે યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ તેઉકાયિકપણે જાણવું. - - ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ અધોલોક યાવત્ સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદરતેઉ૦ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે કે ત્રણ સમયના. એમ કેમ કહ્યું? મેં સાત શ્રેણી કહી છે – ઋજ્વાયતા યાવત્ અર્ધચક્રવાલા. એકતોવક્રા શ્રેણીએ ઉપજતા બે સમય અને દુહતોવક્રા શ્રેણીએ ઉપજતા ત્રણ સમય વિગ્રહથી ઉપજે છે, તેથી એમ કહ્યું છે.
એ પ્રમાણે પર્યાપ્તા બાદર તેઉકાયિકમાં ઉત્પાદ કહેવો. વાયુકાય, વનસ્પતિકાયમાં ભેદ ચતુષ્કથી, અપ્કાયવત્ ઉત્પાદ કહેવો. એ રીતે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ના ગમન સમાન પર્યાપ્તા સૂક્ષ્મ૦ પણ કહેવા. તે રીતે વીસ સ્થાનમાં ઉત્પાદ કહેવો. - - અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, એ પ્રમાણે બાદરપૃથ્વીકાયના અપર્યાપ્તા અને અપર્યાપ્તા પણ કહેવા. - - એ રીતે અપ્કાયના ચારે ભેદોને પણ કહેવા. - - સૂક્ષ્મ તેઉકાયના બંનેના પણ (ગમકો) એ પ્રમાણે જ જાણવા. [૨૦૦ ભેદ થયા.]
ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક નાડીના બાહ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે. ગૌતમ! બે-ત્રણ કે ચાર. એમ કેમ કહ્યું? રત્નપ્રભામાં કહ્યા મુજબ તેનો અર્થ સાત શ્રેણી સુધી જાણવો.
ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાયિક, સમય ક્ષેત્રમાં સમવહત થઈને જે ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીના બાહ્ય ક્ષેત્રમાં પર્યાપ્ત સૂક્ષ્મ તેઉ૦ ઉપજવા યોગ્ય હોય, તે૦? બધું પૂર્વવત્. - - ભગવન્! અપર્યાપ્ત બાદર તેઉકાય સમયક્ષેત્રમાં સમવહત થઈને સમય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદરતેઉ૦ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક-બે કે ત્રણ સમયના. એમ કેમ? રત્નપ્રભા મુજબ જ સાત શ્રેણી સુધી બધું કહેવું. એ પ્રમાણે બાદર તેઉકાયિકપણે પણ ઉત્પાદ કહેવો. વાયુકાય અને વનસ્પતિકાયમાં, પૃથ્વીકાયના ઉત્પાદ માફક ચાર ભેદ વડે. ઉત્પાદ કહેવો. એ પ્રમાણે પર્યાપ્ત બાદર તેઉ૦ પણ આ જ સ્થાનોમાં ઉત્પાદ કહેવો. વાયુકાયિક અને વનસ્પતિકાયમાં પૃથ્વીકાયમાં કહ્યો તે પ્રમાણે જ ઉત્પાદ કહેવો.
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉર્ધ્વલોક નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને, અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના૦? ઉર્ધ્વલોક ક્ષેત્ર નાડીથી બહારના ક્ષેત્રમાં સમવહત થઈને અધોલોક ક્ષેત્ર નાડીના બહારના ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર સમાન તે ગમક સંપૂર્ણ કહેવો યાવત્ બાદર વનસ્પતિકાયિક પર્યાપ્તાનો બાદર વનસ્પતિ-કાયિક પર્યાપ્તામાં ઉત્પાદ (સુધી) કહેવું.
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક, લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને લોકના ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉપજવા યોગ્ય હોય તો કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે, ત્રણ કે ચારના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણી કહી છે – ઋજ્વાયતાથી અર્ધચક્રવાલા. તેમાં ઋજ્વાયતા શ્રેણીથી ઉત્પન્ન થનાર એક સમય વિગ્રહથી, એકતોવક્રા શ્રેણીથી ઉપજતો, બે સમય વિગ્રહથી, દુહતોવક્રા શ્રેણીથી ઉપજતો જે એકપ્રતર અનુશ્રેણીથી ઉપજવા યોગ્ય હોય તે ત્રણ સમય વિગ્રહથી અને વિશ્રેણિએ ઉપજવા યોગ્ય હોય, તે ચાર સમય વિગ્રહથી ઉત્પન્ન થાય, તેથી કહ્યું.
એ પ્રમાણે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વચરમાંતે સમવહત થઈને લોકના પશ્ચિમ ચરમાંતે અપર્યાપ્તા, પર્યાપ્તા સૂક્ષ્મ-પૃથ્વી૦ આયુ૦ તેઉ૦ વાયુકાયિકમાં બાદરવાયુ૦ સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં આ બાર સ્થાનોમાં આ જ ક્રમે કહેવા. અપર્યાપ્તસૂક્ષ્મપૃથ્વીકાયિકનો ઉપપાત એ પ્રમાણે સંપૂર્ણ ૧૨ સ્થાનોમાં કહેવો. [૨૪]
એ રીતે આ ગમક વડે યાવત્ પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકનો પર્યાપ્ત સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં ઉપપાત કહેવો.
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મપૃથ્વી૦ લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના દક્ષિણ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦ ઉપજવા યોગ્ય હોય, તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ કહ્યું? ગૌતમ! મેં સાત શ્રેણીઓ કહી છે – ઋજ્વાયતા યાવત્ અર્ધચક્રવાલા. એકતોવક્રા શ્રેણીએ ઉપજતા બે સમયિક વિગ્રહ, દુહતોવક્રા શ્રેણીએ ઉપજતા જે એકપ્રતર અનુશ્રેણીથી ઉપજે, તે ત્રણ સમયિક વિગ્રહ, જે વિશ્રેણીએ ઉપજવા યોગ્ય હોય તે ચાર સમયિક વિગ્રહ વડે ઉપજે છે, તેથી એમ કહ્યું.
એ પ્રમાણે આ ગમક વડે પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમાંતમાં ઉત્પાદ કહેવો યાવત્ પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ-કાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિ૦માં કહેવું. બધે બે, ત્રણ કે ચાર સમય વિગ્રહ.
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકનતા પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના પશ્ચિમી ચરમાંતે અપર્યાપ્ત સૂક્ષ્મ-પૃથ્વી૦માં ઉપજવા યોગ્ય હોય તે કેટલા સમયના વિગ્રહથી ઉપજે? ગૌતમ! એક, બે, ત્રણ કે ચાર સમયના. એમ કેમ? એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પૂર્વ ચરમાંતમાં ઉપપાત છે, તેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમી ચરમાંતમાં સર્વેનો ઉપપાત કહેવો.
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના પૂર્વ ચરમાંતે સમવહત થઈને જે લોકના ઉત્તર ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વી૦પણે ઉપજવા યોગ્ય હોય, તે૦ એ રીતે જેમ પૂર્વ ચરમાંતમાં સમવહત થઈને દક્ષિણ ચરમાંતમાં ઉપપાત કહ્યો, તેમ આ ઉપપાત - X - પણ કહેવો.
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક લોકના દક્ષિણી ચરમાંતમાં સમવહત થઈને જે લોકના દક્ષિણ જ ચરમાંતમાં અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકપણે ઉપજવા યોગ્ય હોય૦ એ રીતે જેમ પૂર્વમાં સમવહત થઈને પૂર્વમાં જ ઉપપાત કહ્યો, તેમ દક્ષિણમાં સમવહત થઈને દક્ષિણમાં જ ઉપપાત કહેવો. તે પ્રમાણે જ સંપૂર્ણ યાવત્ પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકથી પર્યાપ્તા સૂક્ષ્મ વનસ્પતિકાયિકમાં, દક્ષિણ ચરમાંતમાં ઉપપાત કહેવો, એ રીતે દક્ષિણમાં સમવહત થઈ પશ્ચિમ ચરમાંતમાં ઉત્પાદ કહેવો. સ્વસ્થાનમાં તેમજ એક-બે-ત્રણ-ચાર સમયિક વિગ્રહ. પૂર્વમાં, તેમ પશ્ચિમમાં બે, ત્રણ, ચાર સમયિક, પશ્ચિમી ચરમાંતમાં સમવહત થઈને પશ્ચિમમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ, ઉત્તરમાં ઉત્પન્ન થનારને એક સમયિક વિગ્રહ નથી. બાકી પૂર્વવત્. પૂર્વમાં, સ્વસ્થાન મુજબ. દક્ષિણમાં એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્.
ઉત્તરમાં સમવહત થઈને ઉત્તરમાં જ ઉત્પન્ન થનારને, સ્વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પૂર્વમાં ઉત્પન્ન થનારને પૂર્વવત્. વિશેષ એ - એક સમયિક વિગ્રહ નથી. ઉત્તરમાં સમવહત થઈને દક્ષિણમાં ઉપજનારને, સ્વસ્થાન મુજબ. ઉત્તરમાં સમવહત થઈને પશ્ચિમમાં ઉપજનારને એક સમયિક વિગ્રહ નથી, બાકી પૂર્વવત્ યાવત્ સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તો, સૂક્ષ્મ વનસ્પતિકાયિક પર્યાપ્તામાં પૂર્વવત્.
ભગવન્! બાદર પૃથ્વીકાયિક પર્યાપ્તાના સ્થાનો ક્યાં છે? ગૌતમ! સ્વસ્થાનમાં આઠે પૃથ્વીમાં, જેમ સ્થાનપદમાં કહ્યા તેમ, યાવત્ સૂક્ષ્મવનસ્પતિકાયિક જે પર્યાપ્તા અને જે અપર્યાપ્તા છે, તે બધાં એક જ પ્રકારના અવિશેષ કે ભિન્નતારહિત સર્વલોક પર્યાપન્ન કહ્યા છે.
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકને કેટલી કર્મ પ્રકૃતિઓ કહી છે? ગૌતમ! આઠ-જ્ઞાનાવરણીય યાવત્ અંતરાય. એ રીતે ચાર-ચાર ભેદથી એકેન્દ્રિય શતક મુજબ યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિ૦
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિકો કેટલી કર્મ પ્રકૃતિ બાંધે? ગૌતમ! સાત બાંધે કે આઠ બાંધે, એકેન્દ્રિય શતક અનુસાર યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક કહેવું.
ભગવન્! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક કેટલી કર્મ પ્રકૃતિ વેદે છે? ગૌતમ! ચૌદ. એકેન્દ્રિય શતકમાં કહ્યા મુજબ જ્ઞાનાવરણીય યાવત્ પુરુષવેદબધ્ય, એ રીતે યાવત્ પર્યાપ્તા બાદર વનસ્પતિકાયિક.
ભગવન્! એકેન્દ્રિયો ક્યાંથી આવીને ઉત્પન્ન થાય૦ પ્રશ્નો? ‘વ્યુત્ક્રાંતિ’ પદના પૃથ્વીકાયિકના ઉત્પાદ સમાન જાણવું.
ભગવન્! એકેન્દ્રિયોને કેટલા સમુદ્ઘાત છે? ગૌતમ! ચાર. - વેદના સમુદ્ઘાત યાવત્ વૈક્રિયસમુદ્ઘાત.
ભગવન્! એકેન્દ્રિયો શું તુલ્ય સ્થિતિક હોય તે તુલ્ય અને વિશેષાધિક કર્મ બાંધે? તુલ્ય સ્થિતિક એકેન્દ્રિય ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે? ભિન્ન સ્થિતિકો તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે? ભિન્ન સ્થિતિક ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે? ગૌતમ! કેટલાંક તુલ્યસ્થિતિકો તુલ્યવિશેષાધિક કર્મ બાંધે યાવત્ - X - કેટલાંક ભિન્ન સ્થિતિકો ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે.
ભગવન્! એમ કેમ કહ્યું - X -? ગૌતમ! એકેન્દ્રિયો ચાર ભેદે છે – (૧) કેટલાંક સમાનાયુ, સમાનોત્પન્ન, (૨) કેટલાંક સમાનાયુ, વિષમોત્પન્ન, (૩) કેટલાંક વિષમાયુ, સમાનોત્પન્ન, (૪) કેટલાંક વિષમાયુ વિષમાનોત્પન્ન. તેમાં જે પહેલા ભંગવાળા તુલ્યસ્થિતિક છે, તુલ્યવિશેષાધિક કર્મ બાંધે છે, બીજા છે તે તુલ્ય સ્થિતિક, ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે છે, ત્રીજા છે તે ભિન્નસ્થિતિક, તુલ્ય-વિશેષાધિક કર્મ બાંધે છે, જે ચોથા છે તે ભિન્નસ્થિતિક, ભિન્ન-વિશેષાધિક કર્મ બાંધે છે. તેથી - X - ભગવન્! તે એમ જ છે (૨) યાવત્ વિચરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit