Viyahapannatti 1496
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1496
- Language
- Gujarati
1496
વિવેચન :–૧૦૬૫
અહીં વેદનીય બંધ વિધિ વિશેષથી કહેવા, તેનું પહેલા વર્જન કર્યુ. તેમાં ઉપશાંત મોહાદિ સાતના બંધક છે. - X - X - કેવલી સહિત બધાં પણ સંજ્ઞી પંચેન્દ્રિયો વેદનીયના બંધક છે. - X - મોહનીયનું વેદન સૂક્ષ્મસંપરાયના અંત સુધી છે. અવેદન ઉપશાંત મોહાદિમાં છે. - X - કેવલી જ ચારના વેદક છે કેમકે તેઓ ઈન્દ્રિય વ્યાપારાતીતપણાથી પંચેન્દ્રિય નથી. સંજ્ઞી પંચેન્દ્રિયના એવા સ્વરૂપત્વથી તેઓ સાતા-અસાતા વેદક છે. તેઓ સૂક્ષ્મ સંપરાયમાં મોહનીયના ઉદયી, ઉપશાંત મોહાદિમાં અનુદયી છે. - X - X - X -
નામ અને ગોત્રમાં અકષાયાંત સંજ્ઞી પંચેન્દ્રિય સર્વે પણ ઉદીરક છે. બાકીના છ માં યથાસંભવ ઉદીરક-અનુદીરક છે. પ્રમત્તોને સામાન્યથી આઠેની ઉદીરણાવિધિ હોય. - X - અપ્રમત્તાદિ ચાર વેદનીય, આયુને વર્જીને છ ના, સૂક્ષ્મસંપરાયી આવલિકા કાળમાં મોહનીય, આયુ, વેદનીય સિવાય પાંચેના. - X - ક્ષીણકષાયી સ્વઅદ્ધા આવલિકામાં નામ, ગોત્રના જ, - X - અયોગી એક પણ કર્મના ઉદીરક નથી.
સંચીઠ્ઠણા-જઘન્યથી એક સમય, - X - ઉત્કૃષ્ટથી સાતિરેક સાત સાગરોપમ, કેમકે પછી સંજ્ઞીપંચેન્દ્રિયો ન હોય. સમુદ્ઘાત જ હોય. - X -
શતક-૪૦, શતક શતક-૨, ઉદ્દેશા-૧, ૨
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit