Pramāṇa · Search · About · API

Viyahapannatti 154

Viyāhapannatti: ṭīkānusārī vivecana 154

Language
Gujarati

154

‘ભગવતી’ સૂત્ર-૧૦૦ :– [૧/૯/૧૦૦]
આધાકર્મી ખાતો શ્રમણ નિર્ગ્રન્થ શું બાંધે છે, શું કરે છે? શું ચય કરે છે? શું ઉપચય કરે છે? ગૌતમ! આધાકર્મી ખાતો શ્રમણ આયુકર્મ સિવાયની શિથિલ બંધન બદ્ધ સાતે કર્મપ્રકૃત્તિઓને દૃઢ બંધન બદ્ધ કરે છે યાવત્‌ સંસારમાં ભમે છે. એમ કેમ કહ્યું? ગૌતમ! આધાકર્મી ખાતો શ્રમણ આત્મધર્મને ઓળંગે છે, આત્મધર્મ ઓળંગતો તે પૃથ્વીકાય યાવત્‌ ત્રસકાયના જીવની દરકાર નથી કરતો. તથા જે જીવોના શરીર તે ખાય છે, તે જીવોની પણ દરકાર નથી કરતો. તેથી આમ કહ્યું.
ભગવન્‌! પ્રાસુક અને એષણીય આહારને ખાતો શું બાંધે છે યાવત્‌ ઉપચય કરે છે. ગૌતમ! પ્રાસુક, એષણીયને ખાતો આયુકર્મ સિવાયની સાત કર્મપ્રકૃતિ જે દૃઢ બંધનબદ્ધ છે, તેને શિથિલ બંધનબદ્ધ કરે છે તેને સંવૃત્ત જેવો જાણવો. વિશેષ એ -આયુકર્મને કદાચિત બાંધે, કદાચિત ન બાંધે. યાવત્‌ સંસારને ઓળંગી જાય છે.
ભગવન્‌! એમ કેમ કહ્યું? ગૌતમ! પ્રાસુક, એષણીયને ખાનાર શ્રમણ નિર્ગ્રન્થ આત્મધર્મને ઓળંગતો નથી. આત્મધર્મ ન ઓળંગીને પૃથ્વીકાય યાવત્‌ ત્રસકાયની તથા જે જીવોના શરીરોને તે ખાય છે તેની દરકાર કરે છે તેથી એમ કહ્યું કે યાવત્‌ સંસારને ઓળંગી જાય છે.

Linked texts (1)