Viyahapannatti 155
Viyāhapannatti: ṭīkānusārī vivecana 155
- Language
- Gujarati
155
વિવેચન :–૧૦૦
સાધુને માટે જે જીવવાળું નિર્જીવ કરાય કે નિર્જીવને જે પકાવાય અથવા ઘર આદિ ચણાવાય, વસ્ત્રાદિ વણાવાય તે આધાકર્મ. બંધ - પ્રકૃતિબંધ કે સ્પૃષ્ટાવસ્થાને આશ્રીને પકર - સ્થિતિબંધ કે બદ્ધ અવસ્થાને આશ્રીને, ચિણ - અનુભાગ બંધ કે નિધત્તાવસ્થાની અપેક્ષાએ. ઉવચિણ - પ્રદેશ બંધ કે નિકાયના અપેક્ષાએ. આત્મા વડે ચારિત્ર કે શ્રુત ધર્મને. પૃથ્વીકાયાદિની અનુકંપા રાખતો નથી.
આધાકર્મનો વિપક્ષ પ્રાસુક અને એષણીય છે. તેથી તેનું સૂત્ર કહ્યું. અહીં સંસાર ઓળંગવાનું કહ્યું. તે કર્મના અસ્થિરપણાથી તેનો નાશ થવાથી થાય છે. માટે અસ્થિર પદાર્થનું સૂત્ર કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit