Pramāṇa · Search · About · API

Viyahapannatti 162

Viyāhapannatti: ṭīkānusārī vivecana 162

Language
Gujarati

162

વિવેચન :–૧૦૩
ઈર્યા એટલે જવું, પથ એટલે માર્ગ. જવાના માર્ગમાં થયેલ ક્રિયા તે ઐર્યાપથિકી - માત્ર કાયયોગ નિમિત્તનો કર્મબંધ. સંપરાય એટલે જેના વડે પ્રાણી સંસારમાં ભમે તે. કષાય નિમિત્ત થતી ક્રિયા તે સાંપરાયિકી - કષાયથી થતો કર્મબંધ. આ સૂત્રમાં પરતીર્થિકનો મત સ્વયં કહેવો. ગ્રંથ ગૌરવ ભયે લખ્યો નથી. [સૂત્રપાઠ જોવો] સૂત્રોક્ત કથન પૂર્વે કહ્યા મુજબ જાણવું. તેની અસત્યતા આ રીતે છે. ઐર્યાપથિકી ક્રિયાનું કારણ અકષાય છે. સાંપરાયિકી કષાયોદયથી થાય છે. માટે તે બંને ક્રિયા એક સમયે કઈ રીતે સંભવે? કેમ કે તે પરસ્પર વિરુદ્ધ છે.
અહીં ક્રિયા કહી, ક્રિયાવાન્‌ને ઉત્પાદ હોય, તેથી ઉત્પાદ વિરહને જણાવે છે –

Linked texts (1)