Viyahapannatti 164
Viyāhapannatti: ṭīkānusārī vivecana 164
- Language
- Gujarati
164
વિવેચન :–૧૦૪
વ્યુત્ક્રાંતિ એટલે જીવોનો ઉત્પાદ, તે સંબંધી પદ, તે વ્યુત્ક્રાંતિ પદ. તે પ્રજ્ઞાપના સૂત્રમાં છઠ્ઠું છે. તેનો અર્થ ટૂંકમાં દેખાડે છે - પંચેન્દ્રિય તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિમાં ઉત્કૃષ્ટથી ૧૨-મુહૂર્ત્ત, જઘન્યથી એક સમય ઉત્પાદ વિરહ છે. કહ્યું છે – રત્નપ્રભાદિ બધી નરકોમાં ઉત્કૃષ્ટ વિરહ કાળ ૧-ચોવીશ મુહૂર્ત્ત, ૨-સાત અહોરાત્ર, ૩-પંદર અહોરાત્ર, ૪-એક માસ, ૫-બે માસ, ૬-ચાર માસ, ૭-છ માસ. જઘન્યથી એક સમય. એ રીતે ઉદ્વર્તના વિરહ જાણવો. નૈરયિક સંખ્યા દેવો સમાન છે. તે આ – એક, બે, ત્રણ, સંખ્યાત, અસંખ્યાત જીવો એક સમયે ઉપજે છે, ચ્યવે છે, ઉદ્વર્તે છે. તિર્યંચમાં વિરહકાળ આ રીતે –
વિકલેન્દ્રિય અને સંમૂર્ચ્છિમોનો ભિન્ન મુહૂર્ત્ત, ગર્ભજનો ૧૨-મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ વિરહકાળ છે. જઘન્ય વિરહકાળ એક સમય છે. એકેન્દ્રિયોનો વિરહકાળ જ નથી. મનુષ્ય ગતિમાં ગર્ભજનો ૧૨-મુહૂર્ત્ત, સંમૂર્ચ્છિમનો ૨૪-મુહૂર્ત્ત ઉત્કૃષ્ટ વિરહકાળ છે. બંનેનો જઘન્યથી એક સમય છે. દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, સૌધર્મ, ઈશાનનો ઉત્કૃષ્ટ વિરહકાળ ૨૪-મુહૂર્ત્ત, જઘન્ય એક સમય. [૩] નવ દિવશ વીશ મુહૂર્ત્ત, [૪] બાર દિવસ દશ મુહૂર્ત્ત, [૫] સાડા બાવીશ દિવસ, [૬] ૪૫ દિવસ, [૭] ૮૦ દિવસ, [૮] ૧૦૦ દિવસ, [૯, ૧૦] સંખ્યેય માસ, [૧૧, ૧૨] સંખ્યેય વર્ષ. નીચેની ત્રિક-સંખ્યેય ૧૦૦ વર્ષ, મધ્યમ ત્રિક-સંખ્યેય ૧૦૦૦ વર્ષ. ઉપલી ત્રિક-સંખ્યેય લાખ વર્ષ. વિજયાદિમાં પલ્યોપમનો અસંખ્ય ભાગ ઉત્કૃષ્ટ વિરહકાળ છે. જઘન્યથી બધે એક સમય. આ રીતે દેવોનો ઉપપાત વિરહકાળ જાણવો. એ જ રીતે ઉદ્વર્તના જાણવી. સિદ્ધિ ગતિમાં ઉત્કૃષ્ટથી ઉપપાતવિરહ કાળ છ માસ અને જઘન્યથી એક સમય છે. ઉદ્વર્તના ન હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit